એપ્રિલ ફુલને લઈને ઘણી કથાઓ અસ્તિત્વમાં છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 1 એપ્રિલના રોજ ઘણી ઘટનાઓ બની હતી. જેથી આજના દિવસને એપ્રિલ ફુલ ડે તરીકે મનાવવમાં આવે છે. એપ્રિલ ફુલ ડેની શરુઆત ફ્રાંસમાં 1582માં ત્યારે કરવામાં આવી જ્યારે પોપ ચર્લ્સ 9એ જૂના કેલેન્ડરની જગ્યાએ નવુ રોમન કેલેન્ડર શરુ કરવામાં આવ્યુ. કહેવામાં આવે છે કે, ત્યારે અમુક લોકો જૂની તારીખે જ નવુ વર્ષ મનાવી રહ્યા હોવાથી તેમને એપ્રિલ ફુલ કહેવામાં આવી રહ્યા હતા.
જો કે, મૂર્ખ દિવસને લઈને અન્ય કથાઓ પણ પ્રચલિત છે. ઘણા રિપોર્ટ્સે દાવો કર્યો છે કે, આ દિવસની શરુઆત 1932માં થઈ છે. પરંતુ તેના કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. તો ઘણા રિપોર્ટમાં જણાવ્યુ છે કે, 1508માં ફ્રાંસના કવિએ એક પ્વાઈન ડી અવરિલ(અપ્રેલ ફુલ)નો સંદર્ભ આપ્યો છે.
દરેક દેશની અલગ વાર્તા છે અને એપ્રિલ ફૂલ ડેને મનાવવાની રીત પણ તદ્દન અલગ છે. ફ્રાંસ, ઈટાલી, બેલ્જિયમમાં કાગળની માછલી બનાવવીને લોકોની પાછળ ચોંટાડવામાં આવે છે. ઇરાન ફારસી નવા વર્ષના 13મા દિવસે એકબીજા પર તંજ કસે છે, જે 1 એપ્રિલ અથવા 2 એપ્રિલનો દિવસ હોય છે. ડેનમાર્કમાં 1 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે અને તેને મેજ-કટ કહેવામાં આવે છે. જ્યારે સ્પેનિશ બોલતા દેશોમાં, 28 ડિસેમ્બરના દિવસે એપ્રિલ ફુલ ડે ઊજવવામાં આવે છે.