અમરાવતી: આધ્રપ્રદેશના રાજ્ય ચૂંટણી કમિશ્નર રમેશ કુમારના કેસ અંગે હાઈકોર્ટના નિર્ણય સામે આંધ્રપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં હાઈકોર્ટના ચુકાદાને સ્થગિત રાખવાની વિનંતી કરવામાં આવી છે. આ અરજી એડવોકેટ નર્રા શ્રીનિવાસ રાવે કરી છે. આ અરજીમાં હાઈકોર્ટના રાજ્યના ચૂંટણી કમિશ્નર રમેશકુમારની નિમણૂક પર સ્ટે મુકવાના આદેશ રદ કરવાની વિનંતી કરી છે.
આ અગાઉ હાઈકોર્ટે નોંધ્યુું કે, સરકાર રમેશકુમારના કાર્યકાળને ટૂંકાવવાની યોજના બનાવી રહી છે. કોર્ટે તારણમાં જણાવ્યું કે, આંધ્ર સરકારે SECની નિમણૂક માટે લાવેલા વટહુકમમાં રાજ્યપાલની સહી નથી. પંચાયતના મુખ્ય સચિવ દ્વારા વટહુકમને મંજૂરી મળતાં જ સરકારનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ ચુકાદાને હાઈકોર્ટે નકારી કાઢ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે રમેશ કુમારને રાજ્ય ચૂંટણી કમિશ્નર પદ પરથી દૂર કરવા માટે વટહુકમ બહાર પાડ્યો હતો. જો કે, હાઈકોર્ટે આ વટહુકમ ફગાવી દીધો છે, તેમજ રમેશકુમારને ફરીથી રાજ્ય ચૂંટણી કમિશ્નર તરીકે નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે.