આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીના વખાણ કરતો ઉપ મુખ્યપ્રધાન પમુલા પુષ્પા શ્રીવાનીનો ટિક-ટોક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે આ ટિક-ટોક વીડિયો રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી અભિયાન દરમિયાન સ્થાનિક ભાષાના ગીત પર રેકોર્ડ કર્યો છે.
આ ગીતથી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ઘણો ફાયદો થયો હતો. આ ગીત વિશેષ રૂપે રાયલસીમાના સ્થાનિક રહીશોને વધારે પસંદ આવ્યું હતું.
આપને જણાવી દઈએ કે, વિજયનગરમ જિલ્લાની કુરુપમ વિધાનસભા બેઠક પરથી પમુલા પુષ્પા શ્રીવાનીએ ચૂંટણી જીતી હતી. ત્યાર બાદ તેમને સીએમ જગન મોહન રેડ્ડીના પ્રધાન મંડળમાં પ્રધાન પદ આપવામાં આવ્યું હતું.