અનુપમ હાજરા બોલપુરથી સાંસદ છે. 12 માર્ચના રોજ તેઓ ભાજપમાં સામેલ થયા હતાં. પણ હવે પાછા ફરી તેઓ TMC માં જોવા મળ્યા હતાં. અહીં તેઓ TMCના નેતા અનુબ્રત મંડલના ઘરે પણ જોવા મળ્યા હતા જેને લઈ ભાજપમાં મુશ્કેલીઓ વધી છે.
જો કે, આ બાબતે હાજરાએ સ્પષ્ટ કરી હતું કે, રાજકીય ક્યાસ લગાવાની જરૂર નથી. અનુબ્રત મંડલ સાથે સાથે ઘર જેવા સંબંધો છે. તેઓ અમારા કાકા જેવા છે. મંડલે પણ કહ્યું હતું કે, હા તે મારા ભત્રીજા છે.
આપને જણાવી દઈએ કે, હાજરા TMC પાર્ટી વિરુદ્ધમાં તેમની પ્રવૃતિને લઈ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં. હકીકત ભલે કંઈ પણ હોય પણ ચૂંટણીના સમયે આટલા મોટા નેતા પાછા ઘરે મળવા આવે ત્યારે રાજકીય સ્વાર્થ પણ જોવાતો હોય છે.
અનુપમ હાજરા એક સામાજિક કાર્યકર છે તથા અસમ વિશ્વવિદ્યાલયમાંથી ગ્રામિણ સ્વચ્છતા પર ડોક્ટરેટ કર્યું છે.