નવી દિલ્હી: કથિત 'ઇસ્લામોફોબીયા' (ઇસ્લામ પૂર્વગ્રહ)ને લઈને અરબ દેશોમાં ભારતની ટીકાની પૃષ્ઠભૂમિની વિરુદ્ધ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે શુક્રવારે કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નિવેદનો અને ઘટનાઓ વિદેશમાં નકારાત્મક પ્રતિક્રિયાઓ લાવે તે સ્વાભાવિક છે અને 'ખોટની ભરપાઈ કરવા' કરતાં ઘરેલુ વાસ્તવિકતામાં પરિવર્તન લાવવું વધુ મહત્વપૂર્ણ રહેશે.
તેમણે એક મુલાકાતમાં એમ પણ આરોપ મૂક્યો હતો કે, મોદી સરકાર તેમના કેટલાક ઉચ્ચ પ્રોફાઇલ વ્યક્તિઓ સહિતના સમર્થકો દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન અને નિવેદનોને રોકવામાં 'શરમજનક રીતે' નિષ્ફળ ગઈ છે.
તેમણે 2014માં કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ દ્વારા અપાયેલા કથિત નિવેદનો ટાંક્યાં હતાં. જોકે તજેતરની જ એક ઘટના વિશે વાત કરતા કહ્યું કે, ભાજપના એક ધારાસભ્યની તાજેતરની ટિપ્પણી આવી. જેમાં તેમણે લોકોને મુસ્લિમ શાકભાજી વેચનાર પાસેથી શાકભાજી ન ખરીદવા કહ્યું હતું.
ઈસ્લામિક દેશોની સંસ્થા OICએ પણ ભારત પર આ મામલે 'ઇસ્લામોફોબીયા' હોવાનો આરોપ લગાવ્યો હતો.