ETV Bharat / bharat

#SaveRiversSaveAJK : POKમાં પાક-ચીન સામે આક્રોશ, ગેરાકાયદે ડેમના નિર્માણ મુદ્દે સ્થાનિકોનો વિરોધ - CTGC

પાકિસ્તાન હેઠળના કાશ્મીર(POK)ના મુઝફ્ફરાબાદ શહેરમાં ચીન અને પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. લોકોમાં નીલમ અને જેલમ નદી પર ગેરકાયદે ડેમ નિર્માણ લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર, બંને નદીઓ પર ગેરકાયદે ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

POK
POK
author img

By

Published : Jul 7, 2020, 12:23 PM IST

મુઝફ્ફારાબાદ (POK): કોહલા હાઈડ્રોપાવર પરિયોજનાને લઈને મુઝફ્ફારાબાદ શહેરમાં ચીન અને પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. સ્થાનિકોના મતે આ ગેરકાદે હોવાથી તેનું નિર્માણ થવું જોઈએ નહીં,

સોમવારે નીલમ અને જેલમ નદી પર થઈ રહેલા ડેમ નિર્માણને લઈને POKના મુઝફ્ફારાબાદમાં સ્થાનિકો દ્વારા વિશાળ વિરોધ રેલી યોજવામાં આવી હતી. જેમાં ગેરકાયદે નિર્માણની નિંદા કરતાં સ્થાનિકોએ ચીન અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. પ્રદર્શનકારીને જણાવ્યું હતું કે, કાયદા હેઠળ પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદીત ક્ષેત્રના નદી કરાર થયો છે. પાકિસ્તાન અને ચીન નદીને પચાવીને પાડીને સંયુતક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પ્રસ્તાવોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.

POKમાં પાક-ચીન વિરુદ્ધ આક્રોશ, અવૈધ નિર્માણ મુદ્દે સ્થાનિકોએ કર્યુ વિરોધ પ્રદર્શન

નોંધનીય છે કે, પાકિસ્તાન અને ચીન દ્વારા નિર્મિત બાંધકામને કારણે થતાં પર્યાવરણીય નુકશાન વિશે વાત કરતા કહ્યું હતું કે, કોહલા પરિયોજના માટે લડત લડવી જોઈએ અને જ્યાં સુધી આ નિર્માણ કાર્ય રોકવામાં ન આવે ત્યાં સુધી વિરોધ કરવો જોઈએ.

હાલમાં કોહલામાં 42.4 અબજ ડોલરના ખર્ચે 1,124 મેગાવોટ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ બનાવવા માટે એક ચીની કંપની, પાકિસ્તાન અને ચીનની સરકાર વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થયા હતાં. ઉલ્લેખનીય છે કે, ચીન-પાકિસ્તાન આર્થિક પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) હેઠળ POK ખાતે જેલમ નદી પર બનાવવામાં આવી રહેલા હાઈડ્રોપાવર પ્લાન્ટની કામગીરી કોહલા હાઇડ્રોપાવર કંપની લિમિટેડ (KHCL)ને એનાયત કરવામાં આવી છે. આ ચાઈના થ્રી ગૉરજેસ કોર્પોરેશન (CTGC)ની સહાયક કંપની છે. નોંધનીય છે કે, વૈશ્વિક મંચ પર આ મુદ્દાને લાવવા માટે હેશટેગ #SaveRiversSaveAJK ની સાથે ટ્વિટર અભિયાન પણ શરૂ કરાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.