નવી દિલ્હીઃ ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના પર્વતરોહકોએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ગંગોત્રી-2 પર જઈને ભારતનો ત્રિરંગો ફરકાવ્યો છે. ઉત્તરાખંડમાં આવેલા 21,615 ફિટ ઊંચા પર્વત પર જઈને તેમણે આ ત્રિરંગો ફરકાવ્યો છે. 52 પર્વતરોહકોએ 9 સપ્ટેમ્બર ઉત્તરકાશીથી સફર શરૂ કરી હતી.
હિમાચલ પ્રદેશની લિયો પરગિલ ચોટીની જીત બાદ ઉત્તરાખંડમાં આઈટીબીપીની પર્વતરોહકોની ટીમે ગંગોત્રી દ્વિતીય શિખર (21,615 ફિટ) સર કર્યો છે.
આઈટીબીપીના પર્વતરોહકોની ટીમે કોરોના કાળમાં વધુ એક પર્વતારોહણને પૂર્ણ કરી જીત મેળવી છે. હિમાચલ પ્રદેશની લિયો પરગિલ ચોટીની જીત બાદ ઉત્તરાખંડમાં આઈટીબીપીની પર્વતારોહકોની ટીમે ગંગોત્રી દ્વિતીય શિખર સર કર્યો છે.
આઈટીબીપી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, સેક્ટર મુખ્યાલય આઈટીબીપી દહેરાદૂનથી ટીમના 9 સભ્યો 26 સપ્ટેમ્બરે દિવસમાં સતત 8 કલાકના ચઢાણ બાદ સવારે 8.20 વાગ્યે સફળતાપૂર્વક શિખર સર કર્યો હતો. આ ખૂબ જ પડકારજનક અભિયાન હતું, જેનું નેતૃત્વ ડેપ્યુટી કમાન્ડેન્ટ દિપેન્દ્રસિંહ માને કહ્યું હતું, જેઓ સહાયક કમાન્ડેન્ટ ભીમ સિંહ ટીમના ડેપ્યુટી લીડર હતા.
હેડ કોન્સ્ટેબલ રાજેશચંદ્ર રમોલા, કોન્સેટબલ પ્રદીપ પંવાર, સત્યેન્દ્ર કુંડી, હરેન્દ્રસિંહ, અશોકસિંહ રાણા, અરુણ પ્રસાદ અને ગોવિંદ પ્રસાદ આ તમામ લોકો ટીમમાં સામેલ હતા. આ અભિયાનની શરૂઆત ઉત્તરકાશીથી 9 સપ્ટેમ્બરે 53 પર્વતારોહકના અભિયાન દ્વારા કરવામાં આવી હતી. ટીમના સભ્યોએ ખૂબ જ સારુ પ્રશિક્ષણ મેળવ્યું અને કોરોના સંકટની સીમાઓને ઓળંગીને સફળતાપૂર્વક ચઢાઈ કરી હતી. ગંગોત્રી-2 સૌથી ઊંચી ચોટી માનવામાં આવે છે. બરફથી ઢંકાયેલી આ ચોટી ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં આવેલી છે. આ ચઢાણ દરમિયાન પર્વતારોહકોની ટીમે મિશનમાં પાંચ બેસ કેમ્પ સ્થાપિત કર્યા હતા.
તમને જણાવી દઈએ કે, કોવિડ-19 દરમિયાન આઈટીબીપી સૈનિકોએ બીજી ચઢાઈ સફળતાપૂર્વક કરી હતી. 31 ઓગસ્ટે ફોર્સના પર્વતારોહકોએ હિમાચલ પ્રદેશમાં માઉન્ટ લિયો પરગિલ પર ચઢાઈ કરી હતી.