કેરળઃ બે દિવસ પહેલા ગર્ભવતી હાથણી થયેલી હત્યા અંગે ન્યાય મેળવા અને હાથણીને શ્રદ્ધાંલિ આપવા માટે માલાપુરમના એક કલાકારે માટીથી હાથણી બનાવી હતી.
કેરળના સાઈલન્ટ વેલી ફોરેસ્ટમાં ગર્ભવતી હાથણીએ ફટાકડાથી ભરેલું અનાનસ ખાધું હતું. જેના કારણે તેનું મોત થયું હતું. દેશભરના લોકોએ આ ઘટનાની નિંદા કરી હતી અને આરોપી વિરુદ્ધ કાર્યાવહી કરવાની માગ હતી.
ધારાવાડ શહેરના મંજૂનાથ હિરેમથ નામના કલાકારે માટીનો હાથી બનાવીને શ્રદ્ધાંજલિ અર્પિ છે. સાથે જ કેરળમાં હાથીને મારવાના કાયદાની નિંદા કરતાં આરોપીને વિરુદ્ધ કડક પગલા લેવાનો આગ્રહ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં બુધવારે સાયલન્ટ વેલી જંગલમમાં ગર્ભવતી હાથણીએ ફટાકડાથી ભરેલું અનાનસ ખાધું હતું. જે મોઢામાં ફૂટતા તેનું મોત થયું હતું.