હાથરસઃ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈ સીબીઆઈ તપાસમાં લાગી ગઈ છે. તપાસમાં સીબીઆઈને કેટલાય મહત્વના પુરાવા મળ્યા છે. આ ઘટનાના ચારેય આરોપીમાંનો એક ઓરોપી લવકુશ નાબાલિક હોવાની વાત સામે આવી છે. લવકુશની માર્કશિટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.
એક આરોપી નાબાલિક
આરોપી લવકુશના મોટા ભાઈ રવિએ જણાવ્યું કે, સીબીઆઈએ ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી, જેમાં તેમને લવકુશની માર્કશિટ મળી હતી. વધુમાં રવિએ કહ્યું કે અમે સીબીઆઈ તપાસથી સંતુષ્ટ છીએ અને ઈચ્છીએ છીએ કે લવકુશ જેલમાંથી જલદી બહાર આવે.
શું હતો મામલો
ગત મહિનામાં 14 સપ્ટેમ્બરે હાથરસના ગામમાં એક યુવતી સાથે કથિત રીતે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. જ્યારે યુવતીનું સારવાર દરમિયાન દિલ્હી હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટનાના ચારેય આરોપી હાલ જેલમાં છે. વધુમાં સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે.
આ મામલે સીબીઆઈને તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય આરોપીમાંનો એક આરોપી નાબાલિક છે. જે સીબીઆઈને મળેલી તેની માર્કશિટના આધારે સાબિત થયુ છે.