- અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના શતાબ્દી સમારોહનું વડાપ્રધાન મોદીનું સંબોધન
- ઓએમયુના છાત્રોને પીએમ મોદીએ ભારતનું ગૌરવ ગણાવ્યાં
- કોરોના કટોકટી દરમિયાન એએમયુનો મહત્વનો ફાળો
અલીગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય(AMU) ના શતાબ્દી સમારોહમાં આજે મુખ્ય મહેમાન તરીકે વર્ચુઅલ હાજરી આપી હતી. જે કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યુ હતું.
કોરોના કટોકટી દરમિયાન એએમયુનો મહત્વનો ફાળો
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, એએમયુએ કોરોના કટોકટી દરમિયાન સમાજને જે રીતે મદદ કરી તે અભૂતપૂર્વછે. લોકોને નિ: શુલ્ક પરીક્ષણ કરાવવું, આઇસોલેશન વોર્ડ બનાવવા, પ્લાઝ્મા બેંકો બનાવવી અને પીએમ કેર ફંડમાં મોટી રકમનું યોગદાન આપવું તે સમાજ પ્રત્યેની તમારી જવાબદારીઓને પૂર્ણ કરવાની ગંભીરતા દર્શાવે છે.
દરેક જગ્યાએ ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરશે
એએમયુ અંગે વધુમાં વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે એએમયુમાંથી તાલીમ લઈ બહાર આવેલા લોકો ભારે સર્વશ્રેષ્ઠ સ્થાનો સાથે દૂનિયાના સેંકડો દેશોમાં છવાયેલા છે. એએમયુમાં અભ્યાસ કરેલા લોકો દૂનિયામાં ક્યાંય પણ હશે ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરશે.
એએમયુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે વાત કરતાં વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે AMU માં અભ્યાસ કરતાં છાત્રો દેશ અને દૂનિયામાં ભારતનું નામ રોશન કરી રહ્યાં છે.
પાંચ દાયકા બાદ કોઈ વડાપ્રધાન AMU કાર્યક્રમમાં સામેલ થયા
પાંચ દાયકા બાદ આ પ્રથમ વાર બન્યું છે કે અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં વડાપ્રધાન સામેલ થયા હોય.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે પણ આ કાર્યક્રમમાં ઓનલાઇન ભાગ લીધો હતો. એએમયુના સત્તાવાર નિવેદન અનુસાર વડાપ્રધાને આ ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા માટે એક ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે.
એએમયુના કુલપતિ પ્રોફેસર તારિક મંસુરે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે યુનિવર્સિટી પરિવાર શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા બદલ તેઓ આભારી છે.