મહત્વનું છે કે, 2013-14માં અમિત શાહની કરપાત્ર આવક 41.93 લાખ હતી. જે 2017-18માં વધીને આશરે 53.90 લાખ થઈ છે, જ્યારે અમિત શાહની પત્નીના આવક 2013-14માં 14.55 લાખ હતી, જે 2017-18માં વધીને આશરે 2.30 કરોડ થઈ છે. આમ, અમિત શાહ કરતા તેમના પત્નીની આવકમાં મોટો વધારો થયો હોવાનું એફિડેવિટમાં જણાવા મળ્યું છે. અમિત શાહે આપેલી એફિડેવિટમાં વર્ષ 2017-18માં પોતાની આવક 53.90 લાખ, જ્યારે પત્નીની આવક 2.30 કરોડ દર્શાવી છે.
અમિત શાહે સંપત્તિ જાહેર કરી
- અમિત શાહે ઉમેદવારી પત્રકમાં કુલ 18.77 કરોડની સંપત્તિ દર્શાવી છે. શાહે 18 લાખ રોકડા, 17.59 કરોડના રોકાણ, જ્યારે 35 લાખના દાગીના સાથે શાહની કુલ સંપત્તિ 18.77 કરોડની છે. અમિત શાહે વારસામાં 7.67 કરોડની મિલકતો છે. અમિત શાહ પાસે વારસાગત 10 એકર જમીન છે. વડનગરના કરબટિયા ગામમાં પણ 10 એકર જમીન, અમદાવાદના લીલીપુરમાં 1.4 એકર ખેતીની જમીન છે. આ ઉપરાંત શાહ પાસે માણસા અને અમદાવાદમાં રહેણાંક મકાન પણ છે. ગાંધીનગરમાં 3511 ચોરસ ફૂટનો પ્લોટ અને સોલામાં એક કોમર્શિયલ મકાન છે.
જંગમ-સ્થાવર મિલકત
- મિલકત અને આર્થિક જવાબદારીની વિગતોની વાત કરીએ તો અમિત શાહે પાસે 3,26,53,661ની સ્વ-ઉપાર્જિત જંગમ મિલકત છે. શાહના પત્નીના નામે 5,27,38,692ની સ્વ-ઉપાર્જિત જંગમ મિલકત છે. આ સિવાય પોતાને 14,97,92,563ની જંગમ મિલકત વારસામાં મળી હોવાનું જણાવાયું છે. અમિત શાહ પાસે રહેલી સ્થાવર મિલકતનું કુલ મૂલ્ય 2.84 કરોડ થાય છે અને 2.10 લાખના ખર્ચે બાંધકામ કરાવ્યું છે. આ પ્રોપર્ટીની અંદાજિત બજાર કિંમત 12.24 કરોડ થાય છે. જેમાં સ્વ-ઉપાર્જિત મિલ્કતનું મૂલ્ય 4.57 કરોડ અને વારસાગત મિલકતનું મૂલ્ય 7.67 કરોડ થાય છે.
શાહ પાસે 770 ગ્રામ સોનાના દાગીના
- અમિત શાહે વારસામાં 770 ગ્રામ સોનાના દાગીના, 7 કેરેટ હીરાના દાગીના અને 25 કિલો ચાંદી હોવાનું જણાવ્યું છે. આ તમામ દાગીનાનું મૂલ્ય 30.65 લાખ બતાવાયું છે. આ ઉપરાંત શાહે પોતાના પર 15.77 લાખની, જ્યારે પત્નીના નામે 31.92 લાખની લૉન ચાલતી હોવાનું જણાવ્યું છે.
Intro:Body:
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે આજે અમિત શાહે અમદાવાદમાં 4 કિમી લાંબો મેગા રોડ-શો યોજી ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી છે. ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવ્યાં બાદ અમિત શાહની મિલકતના આંકડા જાહેર થયાં છે. જેમાં અમિત શાહ કરતા તેમના પત્નીની આવકમાં મોટો વધારો થયો હોવાનું એફિડેવિટમાંથી જણાવા મળ્યું છે.
અમિત શાહે સંપત્તિ જાહેર કરી
અમિત શાહે ઉમેદવારી પત્રકમાં કુલ 18.77 કરોડની સંપત્તિ દર્શાવી છે. શાહે 18 લાખ રોકડા, 17.59 કરોડના રોકાણ, જ્યારે 35 લાખના દાગીના સાથે શાહની કુલ સંપત્તિ 18.77 કરોડની છે. અમિત શાહે વારસામાં 7.67 કરોડની મિલકતો છે. અમિત શાહ પાસે વારસાગત 10 એકર જમીન છે. વડનગરના કરબટિયા ગામમાં પણ 10 એકર જમીન, અમદાવાદના લીલીપુરમાં 1.4 એકર ખેતીની જમીન છે. આ ઉપરાંત શાહ પાસે માણસા અને અમદાવાદમાં રહેણાંક મકાન પણ છે. ગાંધીનગરમાં 3511 ચોરસ ફૂટનો પ્લોટ અને સોલામાં એક કોમર્શિયલ મકાન છે.
મહત્વનું છે કે, 2013-14માં અમિત શાહની કરપાત્ર આવક 41.93 લાખ હતી. જે 2017-18માં વધીને આશરે 53.90 લાખ થઈ છે, જ્યારે અમિત શાહની પત્નીના આવક 2013-14માં 14.55 લાખ હતી, જે 2017-18માં વધીને આશરે 2.30 કરોડ થઈ છે. આમ, અમિત શાહ કરતા તેમના પત્નીની આવકમાં મોટો વધારો થયો હોવાનું એફિડેવિટમાં જણાવા મળ્યું છે. અમિત શાહે આપેલી એફિડેવિટમાં વર્ષ 2017-18માં પોતાની આવક 53.90 લાખ, જ્યારે પત્નીની આવક 2.30 કરોડ દર્શાવી છે.
જંગમ-સ્થાવર મિલકત
મિલકત અને આર્થિક જવાબદારીની વિગતોની વાત કરીએ તો અમિત શાહે પાસે 3,26,53,661ની સ્વ-ઉપાર્જિત જંગમ મિલકત છે. શાહના પત્નીના નામે 5,27,38,692ની સ્વ-ઉપાર્જિત જંગમ મિલકત છે. આ સિવાય પોતાને 14,97,92,563ની જંગમ મિલકત વારસામાં મળી હોવાનું જણાવાયું છે. અમિત શાહ પાસે રહેલી સ્થાવર મિલકતનું કુલ મૂલ્ય 2.84 કરોડ થાય છે અને 2.10 લાખના ખર્ચે બાંધકામ કરાવ્યું છે. આ પ્રોપર્ટીની અંદાજિત બજાર કિંમત 12.24 કરોડ થાય છે. જેમાં સ્વ-ઉપાર્જિત મિલ્કતનું મૂલ્ય 4.57 કરોડ અને વારસાગત મિલકતનું મૂલ્ય 7.67 કરોડ થાય છે.
શાહ પાસે 770 ગ્રામ સોનાના દાગીના
અમિત શાહે વારસામાં 770 ગ્રામ સોનાના દાગીના, 7 કેરેટ હીરાના દાગીના અને 25 કિલો ચાંદી હોવાનું જણાવ્યું છે. આ તમામ દાગીનાનું મૂલ્ય 30.65 લાખ બતાવાયું છે. આ ઉપરાંત શાહે પોતાના પર 15.77 લાખની, જ્યારે પત્નીના નામે 31.92 લાખની લૉન ચાલતી હોવાનું જણાવ્યું છે.
Conclusion: