- અમિત શાહ બે દિવસીય તમિલનાડુના પ્રવાસ પર
- મેટ્રો રેલ વિસ્તાર પ્રોજેક્ટનો કરાવશે શુભારંભ
- સુપરસ્ટાર રજનીકાંત સાથે કરી શકે છે મુલાકાત
ચેન્નઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે શનિવારથી તમિલનાડુના બે દિવસીય પ્રવાસે છે. અમિત શાહનું ચેન્નઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
તમિલનાડુ સરકારના કાર્યક્રમમાં લેશે ભાગ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તમિલનાડુના બે તમિલનાડુના બે દિવસીય પ્રવાસ પર છે. ચેન્નઈ એરપોર્ટ પર રાજ્યના મુખ્યપ્રધાન સહિત અને દિગ્ગજ નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે . મળતી માહિતી અનુસાર અમિત શાહ એમ આર સી નગરના એક પ્રાઇવેટ હોટેલમાં જશે .ત્યારબાદ ચાર વાગે કલાઈવનાર આરંગમમાં આયોજિત થનાર તમિલનાડુ સરકારના એક કાર્યક્રમમાં ભાગ લેશે.
મેટ્રો રેલ વિસ્તાર પ્રોજેક્ટનો કરશે શુભારંભ
અમિત શાહ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તિરુવલ્લુર જિલ્લામાં થરવોઇ-કાંદીગઈ જળાશય યોજના અને મેટ્રો રેલ વિસ્તાર પ્રોજેક્ટનો શુભારંભ કરશે. અમિત શાહના આગમનને લઇ ચેન્નઈમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એમ આર સી નગર સ્ટાર હોટેલ કોમ્પ્લેક્સ અને કલાઈવનાર આરંગમ સહિત તમામ સ્થળો પર કુલ 3000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
સુપરસ્ટાર રજનીકાંત સાથે કરી શકે છે મુલાકાત
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંત ના નિવાસ સ્થાને જઈને તેમની સાથે મુલાકાત કરી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.