કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરમાં અનામત સંશોધન બીલ સંસદમાં રજૂ કરશે. આ બીલનો ઉદેશ્ય જમ્મુ કાશ્મીરમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને 10 ટકા અનામત આપવાની જોગવાઈ સામેલ હશે.
સંસદમાં સૌ પ્રથમ આજે રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર વ્યક્તવિધિ થશે ત્યાર બાદ સંસદમાં જમ્મુ કાશ્મીર અનામત સંશોધન બીલ 2019 પર ચર્ચા થશે.
આપને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં અનામત સંશોધન બીલને ફેબ્રુઆરીમાં કેબીનેટ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. વધુમાં જણાવીએ કે, મોદી સરકારે શુક્રવારે ટ્રિપલ તલ્લાકનું નવું સંશોધિત બીલ પણ રજૂ કરી ચૂકી છે. આગળ તેના પર ચર્ચા થશે જો કે, વિપક્ષ આ બીલ આવે તેની પહેલા જ વિરોધ ચાલું કરી દીધો છે.
અહીં નોંધવું સૌથી વધારે જરૂરી છે કે, અમિત શાહ જે બીલ રજૂ કરવા જઈ રહ્યા છે તેમાં જમ્મુ કાશ્મીર અનામત અધિનિયમ 2004માં સંશોધન કરવામાં આવશે. જેના લીધે આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારના લોકોને તેનો લાભ મળશે.