અમિત શાહે સંસદમાં બીલ રજૂ કરતી વેળાએ જણાવ્યું હતું કે, આતંકવાદના મુદ્દા પર સરકાર ઝીરો ટોલરંસની નીતિ અપનાવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ક્ષેત્રિય મુદ્દો ઘણાં મહત્ત્વના છે. સરકાર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપિત શાસન દરમિયાન અનેક મહત્વના કાર્યો થયા છે.
તેમણે સંસદમાં જમ્મુ કાશ્મીર અનામત સંશોધન બીલ રજૂ કર્યું હતું. સેક્શન પાંચ અને નવમાં ફેરફાર કરવાની વાત કરતા તેમણે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં અમે જે પ્રસ્તાવ લાવી રહ્યા છે તેના આધારે આંતરરાષ્ટ્રીય સીમાઓ પર વલેસા ગામોને ફાયદો થશે. જેમાં જમ્મુ તથા કઠૂઆ જિલ્લાના લોકોને વધારે ફાયદો થશે.
પાકિસ્તાનથી જ્યારે પણ સીઝફાયરનું ઉલ્લંઘન થાય છે ત્યારે સૌથી વધારે આ જ ગામમાં નુકશાન થતું હોય છે. એટલા માટે પ્રસ્તાવમાં સરહદ પર રહેતા બાળકોને ઘણો ફાયદો થશે.