રાત્રિભોજન અગાઉ ભાજપના વરિષ્ઠ નેતાએ પાર્ટી મુખ્યાલય પર મુલાકાત કરી હતી. બિહારના મુખ્યપ્રધાન તથા જનતા દળ-યુનાઇટેડના અધ્યક્ષ નીતીશ કુમાર તથા લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામ વિલાસ પાસવાન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર NDAના નેતાઓના રાત્રિભોજન માટે અશોકા હોટેલ પહોંચી હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDAના નેતાઓ રાત્રિભોજન માટે અશોક હોટેલમાં પહોંચ્યા હતા.
અશોક હોટલમાં જ્યાં NDAના નેતાઓનું રાત્રિભોજન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
NDAની ડિનર પાર્ટીમાં આ પાર્ટીઓ થઈ સામેલ
શિવસેના, જનતા દળ યૂનાઈટેડ JDU, AIADMK, અકાલી દળ, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી, PMK, DMDK, અપના દળ, અસમ ગણ પરિષદ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, નેશનલ પીપલ્સ પાર્ટી, ગોવા ફોરવર્ડ, ઇન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, નેશનલ ડેમાક્રેટિક પ્પોગ્રેસિવ પાર્ટી, તમિલ મનીલા કોંગ્રેસ, રાષ્ટ્રીય સમાજ પક્ષ, કેરલ કોંગ્રેસ, ભારતી. ધર્મજન સેના, ઓલ ઝારખંડ સ્ટૂડેન્ડ, યૂનિયન, બોડોલેન્ડ પીપલ્સ ફંન્ટ, રાભા હસૌંગ જોઈન્ટ મુવમેન્ટ, પૂથિયા તમિલ્ગમ કટચી, ઓલ ઈન્ડિયા અન આર કોંગ્રેસ , કટચી, નિષાદ પાર્ટી, સિક્કિમ ડેમોક્રિટિક ફંટ, ગણશક્તિ વગેરે પાર્ટીઓ સમાલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, NDAની ડિનર પાર્ટીમાં ઘણા પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા. જેમાં ચૂંટણી દરનિયાન બંગાળમાં હિંસા નિંદા પણ કરવામાં આવી. 5 વર્ષોમાં વિકાસની ગતિ વધારવી, કૃષિમા 25 લાખ કરોડ ઈન્વેસ્ટમેન્ટ સામેલ છે. PM મોદીએ EVMની વિશ્વસનીયતા પર ઉભા થતા સવાલ પર ચિંતા દર્શાવી છે.