ETV Bharat / bharat

મોદીના મંત્રીમંડળમાં ગુજરાતીઓનો દબદબો, જાણો દિગ્ગજનેતાઓએ ટ્વિટ કરી શું કહ્યું... - Prime Minister

ન્યૂઝ ડેસ્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મંત્રીમંડળમાં મંત્રીઓને વિભાગની વહેંચણી કરી હતી. જેમાં અમિત શાહને ગૃહપ્રઘાન બનાવ્યા છે તો પુરુષોત્તમ રુપાલાને કૃષિ અને કિસાન મંત્રાલય આપવામાં આવ્યું છે. આ તરફ મનસુખ માંડવિયાને શિપિંગ, કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર ખાતું આપવામાં આવ્યું છે.

મોદીના મંત્રીમંડળમાં ગુજરાતીઓનો દબદબો
author img

By

Published : May 31, 2019, 5:23 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાનોના વિભાગોની જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકારમાં સામેલ અમિત શાહને દેશના નવા ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા છે. ગુજરાતના નેતાઓને મોદી સરકારમાં મહત્વના ખાતાઓ મળ્યા છે તો મનસુખ માંડવિયાને રસાયણ-ખાતર મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને પુરીષોત્તમ રૂપાલાને કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન બનાવામાં આવ્યા છે. 2019માં રચાયેલી કેબિનેટમાં મનસુખ માંડવિયાને કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર ખાતું સોંપવામાં આવ્યું છે તથા શિપીંગ મિનીસ્ટ્રીનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. તો સામે પુરુષોત્તમ રૂપાલાને એગ્રિકલ્ચર એન્ડ ફાર્મર વેલ્ફેર ખાતું સોંપાયું છે.

પુરષોત્તમ રૂપાલાને પણ વડાપ્રધાન મોદીના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ગત સરકારમાં પણ તેઓ મોદીના મંત્રીમંડળના રાજ્યસભાના પ્રધાન હતા અને આ વખતે પણ તેમને રાજ્યસભાના પ્રધાન તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. અમિત શાહને ગૃહપ્રધાન બનવાનો પહેલાથી અનુભવ રહ્યો છે. એ વાત અલગ છે કે, પહેલા તેઓ પોતાના ગૃહરાજ્ય ગુજરાતમાં ગૃહપ્રધાન હતા. જો કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા, ત્યારે અમિત શાહને ગૃહમંત્રાલય સોંપવામાં આવ્યું હતું. શાહ 2003થી 2010 સુધી આ પદ પર રહ્યા હતા. આ રીતે જોવામાં આવે તો હવે કેન્દ્રમાં અમિત શાહ તે જ ભૂમિકામાં નજરે પડશે, જે ભૂમિકામાં તેઓ ગુજરાતમાં નિભાવી ચૂક્યા છે. અંતર બસ એટલું છે કે અગાઉ તેઓ રાજ્યના ગૃહપ્રધાન હતા અને હાલ કેન્દ્રના બન્યા છે.

ત્યારે આ ખાતા બાદ અમિત શાહ, પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવા જણાવ્યું હતું. પુરૂષોત્તમ રૂપાલાએ ટ્વિટ કરી કહ્યું કે, મને ફરીથી નરેન્દ્રમોદી સરકારનો ભાગ બનવા માટેની તક આપી તે બદલ કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી સહીત તમામ વરિષ્ઠ આગેવાનો તથા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમણે વધુમાં કહ્યું કે, તમામના સહયોગથી મને બળ મળશે એવી શ્રદ્ધાસાથે સહુનો ધન્યવાદ.

ટ્વિટ
પુરુષોત્તમ રુપાલાનું ટ્વિટ

તો અમિત શાહે પણ ટ્વિટ કરી સૌનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, હું મારા સાથેના તમામ મંત્રીઓને પણ અભિનંદન આપું છું. જેમણે આજે મોદી સરકારમાં પ્રધાન તરીકેના શપથ લીધા છે ત્યારે સહુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મજબુત અને સમૃદ્ધ નવા ભારત બનાવવાની જે પ્રતિજ્ઞા લીધી છે તેને આગળ વધારવા સખત મહેનત કરીએ.

ટ્વિટ
અમિત શાહનું ટ્વિટ
ટ્વિટ
મનસુખ માંડવિયાનું ટ્વિટ

પ્રધાન પદ સંભાળયા બાદ મનસુખ માંડવિયાએ કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર તથા શિપિંગ પ્રધાન તરીકેનો હવાલો સંભાળ્યો છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, મને આ જવાબદારી આપવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રમોદીનો હું આભાર માનું છું. તેમણે વધુમાં કહ્યું કે, હું રાષ્ટ્રને મારી શ્રેષ્ઠ સેવા આપવા માટે સખત મહેનત કરીશ.

Intro:Body:

twitter

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.