કલમ 370 અને રાફેલનો મુદ્દો
કલમ 370 પર બોલતા અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 70 વર્ષથી લટકી રહેલી 370ની કલમને હટાવી અમે કાશ્મીર સાથે ન્યાય કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને પડકાર ફેંકતા કહ્યું કે, રાહુલ ગાંધી હરિયાણામાં આવી જનતાને જણાવે કે, તેઓ 370 હટાવાની વિરોધમાં છો કે, સાથે ?
કોંગ્રેસ કરી રહી છે રાફેલ શસ્ત્ર પૂજનનો વિરોધ
હાલમાં રાફેલને લઈ અમિત શાહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મંગળવારે વિજયાદશમી હતી, જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે અને તે શસ્ત્રપૂજન કરીને મનાવવામાં આવે છે. મને તો સમજાતું નથી કે, કોંગ્રેસ શસ્ત્રપૂજાનો કેમ વિરોધ કરે છે.
NRCના મુદ્દે શાહ બોલ્યા
શાહે આ મુદ્દા પર જણાવ્યું કે, દેશમાં NRC લગાવી ઘૂસણખોરોને બહાર કાઢીશું.
સુરજેવાલાના પેટમાં દુ:ખાવો થઈ જાય છે
અમિત શાહે કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલા પર નિશાન સાધતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી કંઈ પણ કરે, સુરજેવાલાના પેટમાં દુ:ખાવો થઈ જાય છે. શાહે વધુમાં જણાવ્યું કે, ખબર નહીં તેઓ આની દવા ક્યાંથી લાવે.
વિરોધીઓ પાસે કોઈ દિશા નથી
અમિત શાહે પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, હાલમાં ચૂંટણીની શરુઆત થઈ છે, અને વિરોધીઓને ખબર જ નથી કે, ચૂંટણીની શરૂઆત પૂર્વમાંથી કરવી કે, પશ્ચિમમાંથી. ઉત્તરમાંથી કરવી કે દક્ષિણમાંથી, તેમની પાસે કોઈ દિશા જ નથી.