નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે રાષ્ટીય રાજધાનીમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને બસપાને આમંત્રણ આપવામાં આવ્યું છે.
દિલ્હીમાં કોવિડ-19ના કેસની સંખ્યા આશરે 39 હજારને પાર પહોંચી ગઇ છે. તેમજ આ મહામારીથી 1,200થી વધુ લોકોના મોત થયાં છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અનિલ કુમાર ચૌધરીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "મને કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાંથી સંદેશ મળ્યો છે કે, દિલ્હી તેમજ આખા દેશમાં કોવિડ-19ની સ્થિતિને લઇને બેઠક બોલાવવામાં આવી છે".
આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે શનિવારે દિલ્હી સરકારને કહ્યું હતું કે, આખા દેશમાં દિલ્હી એકમાત્ર એવું રાજ્ય હતું કે, જેણે બધા રાજ્યોની તુલનામાં દૈનિક પરીક્ષણોની સંખ્યામાં ઘટાડો કર્યો છે.