જમશેદપુરમાં એક જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યું હતું કે, ‘‘હું તમને વચન આપુ છું કે, વડાપ્રધાન મોદી ફરી સત્તામાં આવશે તો અનુચ્છેદ 370 હટાવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ જ્યાં સુધી જીવતા હશે ત્યાં સુધી જમ્મુ-કશ્મીર ભારતનો ભાગ રહેશે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, 70 વર્ષો પછી દેશને એક એવા વડાપ્રધાન મડ્યા છે જે માત્ર દેશ માટે વિચારે છે પોતાના પરીવાર માટે નહીં ’’
શાહે વધુમાં કહ્યું કે, પુલવામામાં CRPFના જવાનો પર હુમલા બાદ મોદી સરકારે એર સ્ટ્રાઈક કરી આતંકીયોનો આત્મો કર્યો. કોઈ બીજા દેશમાં જઈને આતંકીઓને નિશાન બનાવવા વાળા દેશોમાં અમેરિકા અને ઈઝરાયેલ પછી ભારત ત્રીજા નંબરનો દેશ છે.
તેમણે સંબોધનના અંતે કહ્યું કે, બાલાકોટમાં એર સ્ટ્રાઈક પછી બે જગ્યાઓ પર તોફાન આવી ગયું હતું. પહેલા પાકીસ્તાન અને બીજૂ રાહુલ ગાંધીની ઓફીસમાં. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, દેશમાં કોઈ જવાનો પર હુમલા થાય છે તો ‘રાહુલ બાબા’ અને તેમના ગુરૂ સામ પિત્રોડા કાર્યવાહી કરવાને બદલે વાતચીત કરવામાં માને છે.