નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મંગળવારે પશ્ચિમ બંગાળ જન સંવાદ દરમિયાન રાજ્યની જનતાનું સંબોધન કર્યું હતું. નવી દિલ્હી સ્થિત ભાજપ મુખ્ય કાર્યાલયથી વર્ચ્યુઅલ રેલીને સંબોધતા અમિત શાહે મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા કરેલા કામોની વિગતો આપવાની સાથે ફરી વખત બંગાળને સોનાર બાંગ્લા બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
અમિત શાહે ભારતીય જનતા પાર્ટી અને બંગાલની જનતાને પ્રણામ કરીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. આ દરમિયાન બંગાળમાં કોરોનાના કારણે જીવ ગુમાવનાર લોકોને સંવેદના વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી આ જન સંવાદ કાર્યક્રમને યુટ્યુબ અને ફેસબુક પેજ મારફતે લાઈવ સ્ટ્રીમિંગ કરી 294 વિધાનસભા વિસ્તારમાં રહેવાવાળા લોકો સુધી પહોંચી રહી છે. આ પહેલા અમિત શાહે રવિવારે બિહાર જન સંવાદ રેલી અને સોમવારે ઓડિશા જન સંવાદ રેલીનું સંબોધન કર્યું હતું.