ETV Bharat / bharat

'CABના વિરોધમાં કોંગ્રેસ આગમાં ધી હોમવાનું કામ કરી રહી છે': અમિત શાહ - નાગરિકતા સંશોધન બિલ

ઝારખંડ: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલનો વિરાધ કરતી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. અમિત શાહે કહ્યું કે, દરેક વાતને મુસ્લિમ વિરોધી કહેવાની કોંગ્રેસને આદત પડી ગઈ છે.

amit shah addresses public rally in jharkhand

author img

By

Published : Dec 14, 2019, 6:30 PM IST

Updated : Dec 14, 2019, 7:23 PM IST

ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે નાગરિકતા સંશોધન બિલનો વિરાધ કરવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યોમાં ચાલી રહેલા નાગરિકતા સંશોધન બિલનો વિરાધમાં કોંગ્રેસ આગમાં ઘી હોમવાનું કામ કરી રહી છે. અમારી સરકાર ત્રિપલ તલાકનો કાયદો લાવી તો કોંગ્રેસે તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું, કલમ 370 હટાવી તો કોંગ્રેસે તેને પણ મુસ્લિમ વિરોધી કહ્યું હતું, હવે નાગરિકતા સંશોધન બિલને પણ કોંગ્રેસે મુસ્લિમ વિરોધી કહે છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલનો વિરાધ કરતી કોંગ્રેસને આડે હાથ લીધી

દેશના ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ગિરિડીહ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી રેલી યોજી હતી. ગિરિડીહ સ્ટેડિયમ ખાતે આ બેઠકમાં કોંગ્રેસ અને JMM પર અમિત શાહે નિશાન સાધ્યું હતા કહ્યું કે, મેઘાલયના મુખ્ય પ્રધાન અને તેના તમામ પ્રધાનો શુક્રવારે આવ્યા હતા. ત્યારે તેમણે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે, આ બિલથી થોડી સમસ્યા થઈ શકે છે, અમે તેમને કહ્યું કે, કોઈ સમસ્યા નથી, તેમ છતાં અમે તેમને વિનંતી કરી છે કે, કેટલાક બદલાવ લાવવા પડશે, તો ક્રિસમસ પછી ચર્ચા કરી યોગ્ય બદલાવ કરવામાં આવશે.

અમે દેશ માટે કઈ પણ કરીએ તો કોંગ્રેસના પેટમાં ચુંક આવે છે. બાગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ વર્ષોથી નર્કનું જીવન જીવી રહ્યા છે. અમારી સરકાર તેમને નવુ જીવન આપી રહી છે, પણ કોંગ્રેસે તેને મુસ્લિમ વિરોધી ગણાવી રહી છે. હકીકતમાં આ બિલ મુસ્લિમ વિરાધી નથી. કોંગ્રેસને આદત પડી ગઈ છે દરેક વાતને મુસ્લિમ વિરાધી કહેવાની. ઉત્તરપૂર્વની ભાષા, ઓળખ, રાજકીય અધિકાર, સંસ્કૃતિ અકબંધ રહેશે. તેને બચાવવાની જવાબદારી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. કેન્દ્રમાં મોદી અને રાજ્યમાં રઘુવરની સરકારે વિકાસની રેખા લાંબી કરી છે.

અમિત શાહે વધુમાં જણાવતા કહ્યું કે, રાહુલ ગાંધી કહે છે કે, ઝારખંડના લોકોને કાશ્મીર સાથે શું વ્યવહાર છે. અરે રાહુલ બાબા, ઝારખંડના યુવાનો કાશ્મીરને બચાવવા માટે સૌથી વધુ શહાદત વહોરી રહ્યા છે. આર્મી અને સીઆરપીએફની અંદર, ઝારખંડના યુવાનોએ કાશ્મીરનાં બરફીલા ડુંગરોમાં પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે.

અમિત શાહે નક્સલવાદ અને આતંકવાદ નાબૂદી, કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, રામ મંદિરનો ચૂકાદો અને ISROની સફળતાને સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/bharat/bharat-news/amit-shah-addresses-public-rally-in-jharkhand/na20191214144146239

झारखंड में अमित शाह, बोले- पूर्वोत्तर को सुलगा रहा विपक्ष

Conclusion:
Last Updated : Dec 14, 2019, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.