શ્રીનગરઃ ભારતીય વાયુ સેનાએ (આઇએએફ) દક્ષિણ કાશ્મીરના બિજબેહારા વિસ્તારમાં નેશનલ હાઇવે-44 સાથે જોડાયેલા 3 કિલોમીટર લાંબા રનવેનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે.
તમને જણાવીએ તો રનવે પર કામ બે દિવસ પહેલા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. આ વિશે એક અધિકારીએ કહ્યું કે, આ ત્રણ કિલોમીટર લાંબો માર્ગ હશે અને કોઇ પણ કટોકટીની સ્થિતિમાં ફાઇટર જેટ માટે રનવેના રૂપમાં કામ કરશે.
રનવેના નિર્માણ માટે જિલ્લા પ્રશાસન દ્વારા ટ્રકો અને શ્રમિકોને પાસ આપવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, આપાતકાલિન લેન્ડિંગ સુવિધાનું નિર્માણ એવા સમયમાં થઇ રહ્યું છે, જ્યારે ભારતીય સેના અને ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીની વચ્ચે લાઇન ઑફ એક્ચ્યુઅલ કાંસ્ટ્રોલ (LAC) પર ગતિરોધ લાગુ છે.