દેહરાદૂન: 13 જૂનના રોજ IMAની પાસિંગ આઉટ પરેડમાં 423 કેડેટ્સએ ભાગ લેશે. જેમાં 333 ભારતીય તેમજ 90 વિદેશી કેડેટ્સનો સમાવેશ થાય છે. શનિવારે ઈન્ડિયન મિલિટ્રી એકેડમીમાં પાસ આઉટ થઈને 333 જવાનો ભારતીય સેનામાં અધિકારી બનશે.
IMAની પાસિંગ પરેડમાં આ વખતે ઉત્તર પ્રદેશના સૌથી વધુ 66 કેડેટ્સ છે અને 39 કેડેટ્સ સાથે હરિયાણા બીજા સ્થાને છે. જ્યારે ગુજરાતમાંથી 8 કેટેડ્સ સેનામાં અધિકારી બનશે.
13 જૂનના રોજ ભારતીય સેના વડા મનોજ મુકુંદ નરવણેની હાજરીમાં કેડેટ્સને શપથ લેવડાવવામાં આવશે. આ વખતે IMAની જેન્ટલમેેન્ટ કેડેટ્સ ચેટવુડ બિલ્ડિંગમાં પોતાની જાતને આ 333 જવાનો દેશને સમર્પીત કરશે. આ અધિકારીઓને તેમની રેજિમેન્ટમાં પોસ્ટીંગ આપવામાં આવશે. 13 જૂનના રોજ થનારી પાસિંગ આઉટ પરેડ દરમિયાન લોકોની ઓછી હાજરી હશે. આ સમગ્ર કાર્યક્રમ લાઈવ સ્ટ્રીમીંગના માધ્યમથી જોઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે, 1 ઓક્ટબર, 1932માં 40 કેટેડ્સ સાથે IMAની સ્થાપના થઈ હતી. જે બાદ 1934માં ઈન્ડિયન મિલિટ્રી એકેડમીની પહેલી બેચ પાસ આઉટ થઈ હતી. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો ભારતીય સેનાના પહેલા ફિલ્ડ માર્શલ જનરલ સેમ માનેકશા પણ આ એકેડમીના વિદ્યાર્થી રહી ચુક્યા છે. ઈન્ડિયન મિલિટ્રી એકેડમીમાંથી દેશ વિદેશમાંથી કુલ 62,139 યુવાન સેના અધિકારી મળી ચુક્યા છે.
ઈન્ડિયન મિલિટ્રી એકેડમીમાંથી અત્યાર સુધી કુલ મિત્ર દેશોને 2413 અધિકારીઓ આપ્યા છે. ઈન્ડિયન મિલિટ્રી એકેડમીમાં દર વર્ષે ડિસેમ્બરમાં પાસ આઉટ પરેડનું આયોજન કરવામાં આવે છે. આ પરેડ બાદ કેડેટ્સ સેનામાં અધિકારી બની જાય છે.