નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લગભગ તમામ રાજ્યના લોકો કામ ધંધા અર્થે રહે છે. 25 માર્ચે લોકડાઉન પછી આ લોકો પોતાના વતન જવા માટે ઉતાવળા બન્યા છે. ટ્રેન અને ફ્લાઈટ બંધ હોવાથી લોકો પગપાળા અથવા બસ કે ખાનગી વાહનોના સહારે પોતાના વતન પહોંચી રહ્યા છે.
શનિવારે દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેશન પર હજારોની સંખ્યામાં શ્રમિકોની ભીડ જામી હતી. જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. આ ઉપરાંત કોરોના વાઈરસ વધુ ફેલાઈ તેની સંભાવના પણ વધી ગઈ છે. બસમાં જગ્યા મેળવવા લોકોએ બે-બે કિલોમીટર લાંબી લાઈન લગાવી હતી.
દિલ્હીના મુખ્ય પ્રધાન પહેલા જ અપીલ કરી ચૂક્યા છે કે, લોકો પોતાની જગ્યા છોડીને ક્યાંય ન જાય. 4 લાખ લોકો માટે 800 જેટલા સ્થળોએ સરકાર દ્વારા જમવાની વ્યવસ્થા કરાઈ છે. છતાં લોકો પોતાના વતન જવા માટે દોડધામ કરી રહ્યા છે.