વોશિંગ્ટન: અમેરિકામાં મજબૂત ભરડો લઈ રહેલી મહામારી કોવિડ-19ના પડકારો સામે ભારતીય અમેરિકનો અસાધારણ રીતે મજબૂત લડત આપી રહ્યા છે, તેઓ સ્થાનિક સમુદાયોને મદદ કરી રહ્યા છે અને ઘરે પરત ફરવા માટે ફ્લાઈટ્સ વિના ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને પણ મદદ કરી રહ્યા છે.
ભારતીય અમેરિકન ડોક્ટરો વિના મૂલ્યે તબીબી સલાહ અને હોટેલિયો વિના મૂલ્યે રૂમની સવલત આપી આપી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં સમુદાયના અગ્રણીઓ વિદ્યાર્થીઓના નિવાસસ્થાને કરિયાણું પહોંચાડે છે અને જે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, તેમને પોતાના ઘરે આશરો પણ આપી રહ્યા છે.
આને કારણે કોવિડ-19ને કારણે વિશ્વભરમાં સૌથી વધુ ફટકો ખાનારા અમેરિકાની પરિસ્થિતિ અંગે રોજબરોજ સમાચારો ચમકી રહ્યા હોવા છતાં ભારતમાં વસતા માતા-પિતા અને સંબંધીઓને પોતાનાં સંતાન અને સંબંધી માટે નિશ્ચિંત બનવું જોઈએ. ન્યુ યોર્ક કોરોના વાયરસનું મુખ્ય કેન્દ્ર બનવા સાથે અમેરિકાના તમામ 50 રાજ્યોને આ મહામારીએ ભરડો લીધો છે. અત્યાર સુધીમાં 2,16,768 લોકો કોરોના વાયરસના ચેપગ્રસ્ત બન્યા છે, જ્યારે 5,137 લોકો મૃત્યુ પામ્યા છે.
આંકડા આઘાતજનક છે, તેમાં કોઈ શંકા નથી અને હજારો માઈલ દૂર બેઠેલા પરિવારના સભ્યોને ચિંતા થાય તે સમજી શકાય તેમ છે. પરંતુ વિવિધ સંસ્થાઓ આ અસાધારણ પરિસ્થિતિનો સામનો કરવા રાતોરાત પોતાના નિયમોમાં ફેરફાર કરી રહી છે.
અનેક લોકો સ્થળાંતર માટે પૂછપરછ કરી રહ્યા છે, પરંતુ હજુ લોજિસ્ટિક્સ અને સ્વાસ્થ્ય અંગેની માર્ગદર્શિકાઓ તેની મંજૂરી આપતા નથી. કોરોના વાયરસને કારણે સ્થળાંતર કરવા ઈચ્છતા હોય તેવા ચોક્કસ નાગરિકોને એ માટે ખાસ મંજૂરી મળી શકે એમ નથી.
છેલ્લે, અફવાઓ અને વોટ્સએપના મેસેજોને હકીકત માની લેવાને બદલે અમેરિકાની સરકારની વેબસાઈટ્સ ઉપર દરરોજ અપાતી સત્તાવાર માર્ગદર્શિકાઓ અને સૂચનાઓને અનુસરવું વધુ સારું છે. અલબત્ત, મોટા પાયે અફવાઓને કારણે મર્યાદિત સંસાધનો અને માણસો ધરાવતા સાથે ભારતીય નાગરિકોને મદદ કરવાના પ્રયાસો કરી રહેલા ભારતીય અધિકારીઓની મુશ્કેલીઓ વધી છે.
ફક્ત પોતાની તરફ ધ્યાન ખેંચવા માટે ટ્વિટર એકાઉન્ટ ખોલીને ફરિયાદ કરવાનો અર્થ નથી. પોતાની વગ વાપરીને કોઈના દીકરા કે દીકરીને એરલિફ્ટ કરવો અત્યંત જરૂરી છે, તેવા ભલામણ પત્રો આપીને વહીવટીતંત્રનો બોજો વધારવાનું પણ રાજકારણીઓ માટે ઉપયોગી નીવડે તેમ નથી. તે ખાસ કરીને પોતાના ઘરેથી સેંકડો કિલોમીટર દૂર કામ કરી હેલા ભારતીય સ્થળાંતરિત કામદારોની છબીઓની વિરુદ્ધ ઘૃણાસ્પદ છે, કેમ કે તેમની પાસે ટ્વિટર એકાઉન્ટ નથી.
વોટ્સએપ ઉપર એક અફવા ઉડી રહી છે કે એર ઈન્ડિયા અમેરિકાના નાગરિકોને તેમને ઘરે પહોંચાડી રહી છે અને તે પરત આવતાં ભારતીય નાગરિકોને વળતી ફ્લાઈટમાં લાવી શકે છે - આ વાત સાચી નથી. અમેરિકાનું દૂતાવાસ પોતાના નાગરિકોને ભારતથી પરત લાવવા માટે પોતાનાં સંસાધનો અને અમેરિકાનાં વાહકોની પ્રાથમિકતા નક્કી કરી રહ્યું છે. તે ડેલ્ટા એરલાઈન્સની સેવા વાપરી રહ્યું છે, એર ઈન્ડિયાની સેવા વાપરી રહ્યું નથી.
વોટ્સએપના ફોરવર્ડ કરાયેલા સંદેશાઓના આધારે ફેલાતી ખોટી માહિતી અને વિનંતીઓ માત્ર મૂંઝવણ વધારવાનું કામ કરે છે. અધિકારીઓ કહે છે કે હકીકતોને વળવી રહેવું શ્રેષ્ઠ રસ્તો છે.
અત્યારે સૌથી શ્રેષ્ઠ સલાહ એ છે કે જ્યાં છો, ત્યાં જ આશ્રય લો. ભારતીય દૂતાવાસ ઓછા કર્મચારીઓ સાથે અત્યંત સાવધાનીપૂર્વક કાર્યરત છે. ફક્ત 33 ટકા અધિકારીઓ ઓફિસ આવે છે અને બાકીના સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવા માટે ઘરેથી કામ કરી રહ્યા છે, જેથી કર્મચારીઓ ઉપર બિનજરૂરી જોખમ ટાળી શકાય.
દૂતાવાસ અને તેની પાંચ ઓફિસો સતત ખડે પગે છે અને બદલાયેલી પરિસ્થિતિનો સામનો કરવા પ્રયાસો કરી રહી છે. તેઓ મદદ માંગી રહેલા ભારતીયોના અને અમેરિકાની સરકારની વિવિધ એજન્સીઓના સંપર્કમાં છે. જોકે, અમેરિકન એજન્સીઓ પોતે અસાધારણ તણાવમાં છે.
અમેરિકન સરકારના સંબંધિત વિભાગો - સ્ટેટ ડિપાર્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ) અને યુએસ સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઈએસ)એ બારતીય દૂતાવાસને ખાતરી આપી છે કે તેઓ ભારતીય વિદ્યાર્થીઓ જે મુસીબતોનો સામનો કરી રહ્યા છે, તેના પ્રત્યે સજાગ છે, એચ-વનબી વિઝા હોલ્ડર્સ, જેમના વિઝા પૂરા થઈ રહ્યા છે અને પરિવારના સભ્યો જે લોકો મુલાકાતે આવ્યા છે, તેમની મુશ્કેલીઓ વિશે પણ અમેરિકાની સરકાર વાકેફ છે.
અન્ય તમામ દેશોના નાગરિકોની પણ આ જ હાલત છે. યુએસસીઆઈએસ, મહામારીને કારણે સર્જાયેલા અસાધારણ સંજોગોને ધ્યાન ઉપર લેશે તેવું અનુમાન છે અને જેમના વિઝા પૂરા થયા છે અથવા જેમને એક્સ્ટેન્શન નથી મળ્યું તેવા લોકો પ્રત્યે ઉદાર વલણ અપનાવશે, તેવી આશા છે. આમ છતાં, પુરાવા માટે ભારતીય નાગરિકો તેમના વિઝા લંબાવવાની ઓનલાઈન અરજી કરી શકે છે.
અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓએ ઓછામાં ઓછી એક ડોર્મિટરી ખુલ્લી રાખી છે અને અનેક ભારતીય વિદ્યાર્થીઓએ પોતાનાં રૂમ રાખ્યા છે. આ એક અસામાન્ય ઘટના છે, કેમકે તેનો અર્થ એ થાય કે મેઇન્ટનન્સ સ્ટાફે પણ ફરજ પર હાજર રહેવું પડે. કેટલીક યુનિવર્સિટીઓ ખર્ચ ઘટાડવાનો કોઈ વિકલ્પ ન હોવાથી પરિસરની અંદર કામ કરવા માટે વિદેશના વિદ્યાર્થીઓને નાની રોકડ રકમ આપી રહી છે.
ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કરવામાં આવી, તે પહેલાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા છોડી દીધું હતું. દૂતાવાસના અધિકારીઓએ ભારત પરત જવા ઈચ્છતા ઓસીઆઈ કાર્ડહોલ્ડર્સ ધરાવતા લોકો માટે સંપૂર્ણ નવી પ્રક્રિયા હાથ ધરી. તેમાં પરિસ્થિતિ ગુંચવાઈ અને વિદેશી એરલાઈન્સોએ ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કર્યાનો કટ ઓફ સમય સમજવામાં ભૂલ કરતાં અને કેટલાક મુસાફરોને લેવાનો ઈન્કાર કરતાં લોકો દુબઈ અને અબુ ધાબીમાં ફસાયા.
હાલમાં અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં બે લાખ કરતાં વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને મોટા ભાગના યુનિવર્સિટીમાં જ રહે છે. કોરોના વાયરસ ફાટી નીકળ્યો તેના ગણતરીના જ દિવસોમાં ભારતીય દૂતાવાસ દ્વારા વિદ્યાર્થીઓ માટે ચોવીસ કલાક કાર્યરત હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. પહેલા જ અઠવાડિયામાં તાલીમ પામેલા વિદ્યાર્થી સ્વયંસેવકોએ સાથી વિદ્યાર્થીઓના 200 કોલ્સ મેળવ્યા હતા, તેમાંથી 75 ટકા કોલ્સ સ્થળાંતરની માહિતી અને વિઝાની સમસ્યાને લગતા હતા. અધિકારીઓનું અનુમાન છે કે સ્ટુડન્ટ હબ કેમ્પસ લીડ્સ દ્વારા 45 જેટલા સ્ટુડન્ટ એમ્બેસેડર્સ અને યુનિવર્સિટીની ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓફિસો દ્વારા ભારતીય દૂતાવાસ ભારતીય મૂળના 50,000થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી હતી અને તેમને પરિસ્થિતિ અંગે વાકેફ કરવાની સાથે, વધુ મહત્ત્વનું, આ કઠિન સમયે તેમની હિંમત વધારી હતી.
વિદ્યાર્થી સ્વયંસેવકોએ મૂળભૂત સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં વિઝા વિશે, ટેમ્પરરી સ્ટુડન્ટ વિઝાના કેસમાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેઇનિંગને મંજૂરી વગેરે જેવી બાબતો સામેલ હતી. સ્વયંસેવકો પોતે પણ એમાંના જ વિદ્યાર્થીઓ હોવાથી સંદેશાઓનો પડઘો પડ્યો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
અમેરિકન એસોસીએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન - આપી - ના ડોક્ટરો અમેરિકામાં ફસાયેલા અને દવા વિના મુસીબતમાં મુકાયેલા ભારતીય મુલાકાતીઓને વિના મૂલ્યે તબીબી સલાહ આપી રહ્યા છે.
એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસીએશન - આહોઆના હોટેલિયર્સ જે ભારતીય વિદ્યાર્થીઓના કેમ્પસ સંપૂર્ણ પણે બંધ થઈ ગયાં છે, તેવા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રૂમની સવલત આપી રહ્યા ચે.
અમેરિકા અને ભારત સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લેનારી આ કટોકટીએ પ્રત્યેક વ્યક્તિએ આગળ વધીને પોતાની ફરજ પૂરી કરવી જરૂરી છે. આ જ વાસ્તવિકતા છે.
- સીમા સિરોહી