ગુરૂવારના રોજ ઇરાને અમેરિકાની સેનાનુ ડ્રોન ધ્વસ્ત કર્યા પછી, વોશિંગટન અને તેહરાન વચ્ચે તનાવનો માહોલ વધી ગયો છે. ઈરાને દાવો કર્યો છે કે, ડ્રોનને ઈરાની હદ પાર કરી હતી, જ્યારે અમેરિકન સેનાએ કહ્યુ હતું કે, ડ્રોનને આંતરરાષ્ટ્રીય હવાઇ વિસ્તારમાં ધ્વસ્ત કરવામાં આવ્યુ હતુ.
આ ઘટનાના પ્રભાવથી તેલના ભાવમાં વધારો થયો છે.