ETV Bharat / bharat

દહેરાદૂનના યુવાઓએ કોરોના સામે લડવા રોબોટ અને ડ્રોન તૈયાર કર્યું

કોરોના વાઈરસ સામે જંગ લડવા દેશના તમામ લોકો પોત પોતાની શક્તિ પ્રમાણે યોગદાન આપી રહ્યાં છે. દહેરાદૂનના કેટલાક યુવાઓએ કોરોના સામે જંગ લડવા માટે એક રોબોટ તૈયાર કર્યુ છે.

Etv Bharat
coronavirus news
author img

By

Published : Apr 19, 2020, 12:26 AM IST

દહેરાદૂનઃ કોરોના વાઈરસ સામે જંગ લડવા દેશના તમામ લોકો પોત-પોતાની શક્તિ પ્રમાણે યોગદાન આપી રહ્યાં છે. દહેરાદૂનના કેટલાક યુવાઓએ કોરોના સામે જંગ લડવા માટે એક રોબોટ તૈયાર કર્યુ છે. જે કોરોના સંક્રમણને અટકાવવામાં મદદ કરશે.

યુવાઓએ રોબોટ તૈયાર કર્યો

ગ્રાફિક એરા યુનિવર્સિટિના સ્ટાર્ટપ સેન્ટરના પુર્વ વિદ્યાર્થીઓએ આ રોબોટ તૈયાર કર્યો છે. આ રોબોટનું એમ્સ દિલ્હીમાં સફળતાપૂર્વક પરીક્ષણ થઈ ચુક્યું છે. ગ્રાફિક એરાના ટેક્નોલોજી બિઝનેસ ઈન્ક્યુબેટરએ કોરોના સામેની લડત માટે ડોકટર્સ અને પોલીસની જરૂરિયાતો અનુસાર નવો રોબોટ અને ડ્રોન તૈયાર કર્યો છે. ગ્રાફિક એરા યુનિવર્સિટીની ડીટાઉન રોબોટિક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માનસ ઉપાધ્યાય અને અવિનાશચંદ્ર પાલે કોવિડ -19 દર્દીઓની સારવાર માટે અને ડોકટરોને ચેપથી બચાવવા માટે વિશેષ રોબોટની રચના કરી છે. દર્દીઓ સુધી દવા પહોંચાડવા સાથે, આ રોબોટ તેમના ડોક્ટર સાથે વીડિયો કોન્ફરન્સિંગ પણ કરશે.

આ રીતે કરશે મદદ રોબોટ

માનસ ઉપાધ્યાયે જણાવ્યું કે, આ રોબોટ ડોકટર્સને કોરોના દર્દીઓ સાથે સીધો સંપર્ક કરવાથી બચાવશે. આના દ્વારા દર્દીને ડોકટરો સાથેની તેની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દવા આપી શકાય છે. વળી, આ રોબોટ દર્દીના રુમમાંથી કચરો દૂર કરવાનું કામ પણ કરી શકશે.

ડ્રોન પણ તૈયાર કર્યુ

માનસ ઉપાધ્યાયે વધુમાં કહ્યું કે, રોબોટની સાથે સાથે ડીટાઉન રોબોટિક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ કોઈ વિસ્તારને મોનિટર કરવા, લોકોના આવનજાવન સ્થિતિ, આવશ્યક ચીજોની ડિલિવરી જાણવા અને ભીડમાં ગયા વિના જીવંત અથવા રેકોર્ડ કરેલી ઘોષણાઓ કરવા માટે એક ડ્રોન તૈયાર કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.