રાજસ્થાન : સમગ્ર દેશમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશના હાથરસમાં એક બાળકી સાથે થયેલી સામૂહિક ઘટનાને લઈ લોકો ગુસ્સે છે.રાજસ્થાનના બારા જિલ્લામાં એક પિતાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, મારી બંન્ને પુત્રીઓને લલચાવી અન્ય શહેરોમાં લઈ જઈ દુષ્કર્મ કરનાર આરોપીઓને છોડવામાં આવ્યા છે. બીજી બાજી પોલીસ આ તમામ આરોપોને પાયાવિહોણું ગણી રહી છે.
શું છે સમગ્ર મામલો ?
બારા કોતવાલી વિસ્તારમાં 18સપ્ટેમ્બરની રાત્રે 2 બેહનો ઘરથી ગાયબ થઈ હતી. બંન્ને બાળકીઓની ઉંમર 13 અને 15 વર્ષ ગણાવવામાં આવી રહી છે. બાળકીઓના પિતાએ 19 સપ્ટેમ્બરના પોલીસ સ્ટેશનમાં બાળકીઓને લલચાવી અન્ય શહેરમાં લઈ જવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપીઓને 20 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા હતા, પરંતુ બંન્ને બાળકીઓએ કોર્ટમાં નિવેદન આપ્યું કે, તેઓ પોતાની મરજીથી ધરથી નીકળી હતી.
બાળકીના પિતાનું શું કહેવું છે ?
બાળકીઓના પિતાનું કહેવું છે કે, તેમની બાળકીઓને નશીલો પદાર્થ આપી તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. પરંતુ પોલીસ આ અપહરણને સામાન્ય માની રહી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરી નથી. બાળકીઓના પિતાનું કહેવું છે કે, પોલીસ બંન્ને બાળકીઓને આરોપીઓને પણ પકડયો હતો, પરંતુ તેમને છોડવામાં આવ્યો હતા.
આ સમગ્ર મામલે પોલીસનું શું કહેવું છે ?
આ સમગ્ર મામલે જ્યાકે ઈટીવી ભારતે બારાના એસપી ડૉ.રવિ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંન્ને બાળકીઓને બાળ કલ્યાણ સમિતિમાં રજુ કરવામાં આવી હતી. જ્યાંથી તેમને સંરક્ષણમાં મોકલવામાં આવી હતી. આ સમગ્ર મામલે બંન્ને બાળકીઓને કોર્ટમાં નિવેદન લેવામાં આવ્યું હતુ.જેમાં બાળકીઓએ કોઈ પણ વયક્તિ ઉપર આરોપ લગાવ્યો ન હતો.
એસપીએ કહ્યું કે,બાળકીઓએ કોર્ટમાં નિવેદન આપ્યું કે, તેમના પિતા બાળકીઓને બહાર ફરવા માટે લઈ જતા ન હતા. માટે બંન્ને બહેનો કોટા ગઈ હતી. તેમની પાસે 500 રુપિયા હતા. એસપીએ કહ્યું કે, હવે પરિવાર અને બાળકીઓ આરોપ લગાવી રહી છે. સમગ્ર કેસ મામલે કોર્ટમાં ફરી નિવેદન અરજી કરશે.