ભાવી આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ મનોજ નારાવનેના પિતા અને ભારતીય નૌકાદળના વડ કરમબિર સિંઘના પિતાએ એક સાથે ભારતીય વાયુ સેનામાં સેવા આપી હતી અને ખુબ સારા મિત્ર પણ રહી ચુક્યા છે.
બન્ને અધિકારીઓના પિતાની મિત્રતાના કારણે આ બન્ને સેનાના વડાઓ સેનામાં જોડાયા એ પહેલાથી જ એકબીજાને ખુબ સારી રીતે ઓળખે છે.
ભારતીય વાયુ સેનાના વડા આર.કે.એસ. ભદોરિયાના પિતા રેન્કમાં જોડાયા પછી સેવામાંથી માનદ ફ્લાઈંગ ઓફિસર તરીકે નિવૃત્ત થયા.
લેફટનન્ટ જનરલ મનોજ મુકુંદ નારાવનેના પિતાએ પહેલા આર્મી કેડેટ તરીકે રાષ્ટ્રીય સંરક્ષણ સંસ્થામાં જોડાયા પરંતુ ઈજાગ્રસ્ત થવાને કારણે તેમને આ સંસ્થા છોડવી પડી હતી અને ત્યારબાદ તેનું મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરી તેઓ ઑફિસર કેડેટ તરીકે વાયુદળમાં જોડાયા હતા.
ત્રણે વડાઓ વચ્ચે વધું એક સામ્યતા પણ છે જેમાં ત્રણે એક સમાન 56માં NDA કોર્સમાંથી છે. ત્રણે વડાઓ એક જ કોર્સથી છે છતા તેઓએ અલગ અલગ તારીખે પોતાની ફરજના ઓર્ડર મેળવ્યા હતા.
કરમબિર સિંઘ 31 મે ના રોજ આર્મી ચીફ બન્યા જ્યારે આર.કે.એસ. ભદોરિયા 30 સપ્ટેમ્બરે અને 16 ડિસેમ્બરે લેફટનન્ટ જનરલ મનોજ મુકુંદ નારાવને 28માં આર્મી ચીફ તરીકે જાહેર થયા.