નવી દિલ્હી : રાજધાની દિલ્હીના શિક્ષણ વિભાગે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 31 જૂલાઇ સુધી રાજધાનીની તમામ સ્કૂલ બંધ રહેશે.
રાજધાનીમાં તમામ સ્કુલો ફરી ખોલવાને લઇને શુક્રવારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક સમયે અલગ-અલગ માધ્યમોને લઇને શિક્ષણ ચાલુ રાખવાને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ મહત્વનો નિર્ણય લેતા એ નક્કી કરવામાં આવ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા 31 જૂલાઇ સુધી તમામ સ્કૂલો બંધ રાખવામાં આવશે.