નવી દિલ્હી : રાજધાનીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને શનિવારે જણાવ્યું કે, રાજધાનીના તમામ 11 જિલ્લાેમાં 17 મે સુધી લોકડાઉન સહિત રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે.
રાજધાની દિલ્હીમાં શુક્રવાર સુધીમાં કોરોના વાઇરસના 3738 કેસ સામે આવ્યા હતા જ્યારે 61 લોકોના મોત નિપજ્યા છે. જો શુક્રવારની વાત કરવામાં આવે તો 223 નવા કેસ સામે આવ્યા હતા. જૈન મુજબ 49 લોકો ICUમાં અને 5 લોકોને વેંટિલેટર પર રાખ્યા છે.
સરકારે શુક્રવારના રોજ જાહેરાત કરી હતી કે, દેશમાં 4 મે થી બે અઠવાડિયા માટે લોકડાઉન ચાલુ રહેશે. જેમા ટ્રેન, ફ્લાઇટ જેવી સુવીધાઓ સ્થગીત રહેશે, પરંતુ જિલ્લાઓને કોવિડ-19ના ખતરાને ધ્યાનમાં લઇને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઇ જૈને દિલ્હીના તમામ 11 જિલ્લાઓને 17 મે સુધી રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે.