અલીગઢઃ AMUના વિદ્યાર્થીઓએ અનુપ શહેરના ચુંગી રોડ રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેના પગલે શહેરમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. તો બીજી તરફ, AMU પ્રૉક્ટરની ટીમ વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે.
ઉપરકોટ વિસ્તારમાં વિદ્યાર્થીઓને લાઠીચાર્જ અને આસું ગેસ છોડવાના મુદ્દે વિરોધ કરી રહ્યાં છે. અનુપ શહેરના રોડ પર ઉતરીને તેઓ તંત્ર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યાં છે.
આ અંગે વાત કરતાં વિદ્યાર્થી આરિફ ખાને જણાવ્યું હતું કે, "શાહ જમાલમાં CAAનો શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યાં હતાં. તો ઉપરકોટમાં મહિલાઓ પોલીસ મથક બહાર ધરણાં કરી રહ્યાં હતાં. ત્યારે પ્રશાસને તેમને હટાવવાનો પ્રયત્ન કર્યો હતો. આવી અનેક રીતે તંત્ર અમારો અવાજ દબાવવા માટે અમારી પર બળપ્રયોગ કરી રહ્યું છે. "
આગળ વાત કરતાં આરિફે જણાવ્યું હતું કે, આ ઘટનામાં ધરપકડ કરાયેલા લોકોને જ્યાં સુધી છોડવામાં આવે નહીં, ત્યાં અમે રોડને બંધ રાખીશું.