ઉત્તર પ્રદેશઃ બુધવારે લાંબી માંદગી બાદ શોભન સરકારે કાનપુર શિવાલી સ્થિત આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુ પછી, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભન આશ્રમમાં પહોંચી રહ્યાં છે. ભારતના જાણીતા સંત શોભન સરકારની લાંબી બીમારીના કારણે અકાળે અવસાન થયું હતું.
ભક્તોની ભીડ જોઇને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવાયો છે. શોભન મંદિર અને આશ્રમમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. દરેક વ્યક્તિ શોભન સરકારના અંતિમ દર્શન કરવા માંગે છે, જેના માટે પોલીસ પહેલાથી સાવધ છે.
શોભન સરકારનું અસલી નામ પરમહંસ વિરક્તાનંદ છે. સાધુ શોભન સરકારે ગામ ડૌંડિયા ખેડામાં રાજા રામ બખ્તસિંહના કિલ્લામાં હજારો ટન સોનાનો ખજાનો છે તેવો દાવો કર્યો હતો. શોભન સરકારના દાવા પર સરકારે ઉન્નાવના ડૌંડિયા ખેડામાં ખોદકામ કર્યું હતું.