ઉત્તર પ્રદેશના ચર્ચિત ઉન્નાવ રેપ કાંડની પીડિતાની સાથે રાયબરેલી જતાં સમયે ગંભીર અક્સમાત થયો હતો. જેની પાછળ અખિલેશ યાદવે હત્યાની આશંકા વ્યકત કરી છે. અખિલેશ યાદલે રેપ પીડિતાની સાથે બનેલી આ ઘટનાની તપાસ CBIને સોંપવાની માંગ કરી છે. અખિલેશ યાદવે કહ્યુ કે, સમાજવાદી પાર્ટી ઘાયલોનો ખર્ચ આપશે. માર્ગ અકસ્માતમાં ઘાયલ ઉન્નાવ રેપ પીડિતાને મળવા પહોચેલા સપાને એમ.એલ.સી સુનીલ સજ્જને કહ્યુ કે, આ ઘટનાથી સવાલો ઉભા થયા છે. આ ઘટનાની CBIની તપાસની માંગ કરી છે. સમાજવાર્દી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પીડિતાને મળવાનો આદેશ આપ્યો હતો.
પીડિતાને મળવા માટે કોંગ્રેસની ધારાસભ્ય આરાધના મિશ્રા પણ ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા. તેમણે કહ્યુ કે, મને પ્રિયંકા ગાંધીએ પીડિતાને મળવા માટે મોકલી છે. આ ઘટનામાં CBIની તપાસ થવી જોઈએ. ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધતા આરાધના મિશ્રાએ કહ્યુ કે,આ સરકાર અસંવેદનશીલ છે. હજુ સુધી સરકારે પીડિત પરિવારનો સંપર્ક કર્યો નથી.
રાયબરેલીમાં એક માર્ગ અક્સમાતમાં ઉન્નાવ રેપ પીડિતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ અક્સમાતમાં 2 લોકોના મોત થયા હતા. ગંભીર રીતે ધાયલ ઉન્નાવની રેપ પીડિતાને લખનઉ ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થ ખસેડવામાં આવી હતી. આ રેપ કાંડ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુલદીપ સેંગર સાથે જોડાયેલો છે.
ઉન્નાવ ગેન્ગરેપ પીડિતાના કાકા જેલમાં છે. તેમને મળવા માટે પીડિતા તેમની માતા, માસી, કાકી અને વકીલ રાયબરેલી જેલ માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. કારમાં સવાર લોકો ગંભીર રુપે ધાયલ થયા હતા.