પંજાબ વિધાનસભાની ચાર સીટ ફગવાડા, જલાલાબાદ, દાખા અને મુકેરિયામાં 21 ઓક્ટોબરના રોજ મતદાન થશે. અહીં મતદાનની ગણતરી 24 ઓક્ટોબરે જ થશે. પેટા ચૂંટણી દરમિયાન પંજાબમાં ખાસ ધ્યાન રાખવા માટે ચૂંટણી પંચને આગ્રહ કરતા સુખબીર અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલે આરોપ લગાવ્યો છે કે, હતાશ થયેલી અહીની સત્તાધારી કોંગ્રેસ પોતાના અપમાનથી બચવા માટે ચોક્કસપણે ગડબડ કરશે.
પૂર્વ નાયબ મુખ્યપ્રધાને આરોપ લગાવ્યો હતો કે, આજે પંજાબમાં સરકાર નામની કોઈ વસ્તું નથી. મુખ્યપ્રધાન અમરિંદર સિંહ સતત ગાયબ રહે છે. કારણ કે, જે રીતે તેઓ સતત રાજ્યની જનતાથી અંતર બનાવી રાખ્યું છે, તેથી લોકોનો સામનો કરવા તેઓ સક્ષમ નથી.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં શાસનની ઘણી ખરાબ સ્થિતી છે. લોકોને પાયાની સુવિધા પણ નથી મળી રહી. વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ હાર તરફ આગળ વધી રહી છે. તેથી સંપૂર્ણ પણે ખતમ થવાના ડરથી સરકારી મશીનરીનો દુરઉપયોગ કરી રહી છે. તેથી તેમણે કહ્યું હતું કે, આવા સમયે ચૂંટણીપંચની જવાબદારી વધી જાય છે.