સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ આપવાનું જાહેર કર્યા બાદ મહારાષ્ટ્રમાં ફરી ઉથલ પાથલ થઇ છે. અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન પદ પરથી માત્ર 4 જ દિવસના સમયગાળામાં રાજીનામુ આપ્યુ છે. જણાવી દઇએ કે આજે અજીત પવારની શરદ પવાર સાથે મુલાકાત થઇ હતી. જેમાં સુપ્રિયા સુલે, NCP નેતા જયંત પાટિલ પણ હાજર હતાં.
અજીત પવારે 23 નવેમ્બરના રોજ સવારે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી અને નાયબ મુખ્યપ્રધાન પદ પર શપથ લીધા હતાં. જેના પગલે કોંગ્રેસ, NCP અને શિવસેના સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી.