લખનઉઃ ઉત્તર પ્રદેશ કોગ્રેસ કમિટીના પ્રેદેશ પ્રમુખ અજય કુમાર લલ્લુએ લખીમપુર ખીરીમાં માસુમ બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જંગલરાજ અને માસુમ બાળકોની સાથે અત્યાચાર પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આંનદી બેન પટેલ ચુપ કેમ છે.
ઇટીવી ભારત સાથે વાતચીતમાં અજય કુમાર લલ્લુએ જણાવ્યુ કે, મહિલાઓ અને નાના બાળકો સાથેના અપરાધોથી પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે. લખીમપુરમાં નાની બાળકીઓ સાથે સામુહિત દુષ્કર્મની ઘટનાથી આખુ શહેર શર્મસાર થયું છે.
જનતાને ગેરમાર્ગે દોરવા માટે 11 અધિકારીઓની ટીમ બનાવી છે. પરંતુ ટીમ લોકોને ગેરમાર્ગ દોરે છે. અજય કુમાર લલ્લુએ જણાવ્યું કે, પૂર્વ સાંસદ ઝફર અલી અને કોગ્રેસ જિલ્લા અધ્યક્ષે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. લખીમપુર સહીત કેટલાય જિલ્લાઓમાં સતત નાની છોકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. સરકાર અપરાધીઓને ઝડપવાને બદલે પડિત પરિવારોને ધમકાવવા લાગી છે.