મળતી માહિતી અનુસાર પાઇલટે સોમવારના રોજ કહ્યુ હતુ કે, પગારમાં વિલંબને લઈ વધારાની ફરજો નઈ નિભાવે અને કાળો બેન્ડ પહેરશે. ગત વર્ષે ઓગસ્ટથી તેના પાઇલટ્સ, એન્જિનિયરો અને વરિષ્ઠ મેનેજમેન્ટને સમય પર વેતન ચૂકવવામાં સક્ષમ નથી.
NAGએ તેના સભ્યોને પત્ર લખીને કહ્યુ હતું કે, તમે એ વાતથી અવગત છો કે, અમે 1 માર્ચથી ફ્લાઇટ સેફ્ટીની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ સીમા પારની ઘટના બાદ દેશભરમાં ઉચ્ચ જાગૃતિ રાખવાની અને આવા સમયે દેશ સાથે ઊભા રહેવાની જરૂર છે.