કંપનીનો દાવો છે કે તે આવી સેવા શરૂ કરનારી પ્રથમ ટેલીકોમ કંપની છે. તેનો ઉદેશ્ય સ્માર્ટ ફોન ગ્રાહકોને ઘરમાં સારી કનેક્ટીવીટી ઉપલબ્ઘ કરાવવાનો છે. તે સેવા માટે ગ્રાહકોને કોઇ કિંમત નહી ચુકવવી પડે.
એયરટેલે એક નિવેદનમાં કહ્યું કે 'એયરટેલ વાઇ-ફાઇ કોલિંગ' સ્માર્ટફોન ગ્રાહકોને LTEથી વાઇ-ફાઇ આધારિત કોલિંગમાં જવાની સુવિધાને સહેલાઇ બનાવે છે. આ સેવા દ્વારા કોલ કરવા પર કોઇ પણ ચાર્જ ચૂકવવો નહી પડે. હાલમાં આ સેવા માત્ર દિલ્હી/NCRમાં ઉપલબ્ધ છે અને આવનારા દિવસોમાં દેશના અન્ય શહેરોમાં પણ તેને શરૂ કરવામાં આવશે.
આ સેવા માટે કોઇ એપની જરૂરત નથી. વપરાશકર્તાઓને airtel.in/wifi-calling પર જઇને તે જોવુ પડશે કે તેનો સ્માર્ટફોન વાઇ-ફાઇ કોલિંગને સપોર્ટ કરે છે કે નહીં. ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરે જે વાઇ-ફાઇ કોલિંગને સપોર્ટ કરે, ત્યારબાદ ફોનના સેટિંગમાંથી વાઇ-ફાઇ કોલિંગને ઓન કરી રાખવું.
કંપનીએ કહ્યું તે વર્તમાનમાં આ સેવા માત્ર એયરટેલ એક્સટ્રીમ ફાઇબર હોમ બ્રોડબેન્ડની સાથે જ ઉપલબ્ધ કરાવી છે. થોડા સમયમાં જ તેને બ્રોડ બેન્ડ સેવા અને વાઇ-ફાઇ હોટસ્પોટ માટે ઉપલબ્ધ કરવવામાં આવશે.