શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રનવેનું નિર્માણ કાર્ય શરુ કરાયું છે. જેથી અટકળો લગાવવામાં આવી રહી છે કે, લદ્દાખમાં ચીન-ભારત વચ્ચેના તણાવને લઈને ઈમરજન્સી લેન્ડિંગ માટે આ હવાઈપટ્ટી બનાવવામાં આવી રહી છે. જોકે અધિકારીઓએ આ અટકળોને નકારી કાઢી છે.
IAF દ્વારા કાશ્મીરના બિજબેહરા વિસ્તારમાં નેશનલ હાઇવે-44થી જોડાયેલા ત્રણ કિલોમીટર લાંબા રનવેનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે. અનંતનાગ જિલ્લામાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પાસે 3.5 કિલોમીટર લાંબી હવાઈપટ્ટીનું નિર્માણ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. અટકળો ચાલી રહી છે કે, લદ્દાખમાં ચીન-ભારત વચ્ચે તણાવને લઈ ઈમરજન્સી લેન્ડિંગ માટે આ હવાઈપટ્ટી બનાવવામાં આવી રહી છે.
જોકે, રક્ષા અધિકારીઓનું કહેવું છે કે, દક્ષિણ કાશ્મીરમાં બની રહેલી ઈમરજન્સી હવાઈપટ્ટી અને લદ્દાખમાં ચાલી રહેલા તણાવને કોઈ જ સંબંધ નથી. રક્ષા અધિકારીનું કહેવું છે કે, આ પ્રોજેક્ટનું નિર્માણ ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેનું આયોજન ગત વર્ષથી કરવામાં આવી રહ્યું છે. જેને લદ્દાખ મુદ્દે કોઈ લેવા દેવા નથી.
તેમણે કહ્યું કે, ઈમરજન્સી હવાઈ પટ્ટી આવશ્યકતાનો એક ભાગ છે અને દેશના ઘણા ભાગોમાં ઈમરજન્સી હવાઈ પટ્ટી બનાવવામાં આવી રહી છે. જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિ વચ્ચે ફાઇટર પ્લેન અથવા અન્ય વિમાન લેન્ડ કરી શકે.