પાયલટ વિમાન ઉડાવવાનું શીખી રહ્યો હતો. રન વે પર લેન્ડીંગ સમયે વિમાન નજીકના નાળામાં ખાબક્યુ હતું. ત્યારબાદ તેમાં તરત જ આગ લાગી હતી. ટ્રેનિંગ લઈ રહેલા પાયલટ સમયસુચકતા વાપરી વિમાનમાંથી બહાર કુદી ગયો હતો. જેથી તેનો જીવ બચી ગયો હતો.
ઘટનાની જાણ થતાં ફાયર બિગ્રેડની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. એકેડમીના સંચાલકો આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.