એર ઇન્ડિયા કર્મચારીઓને પાંચ વર્ષ સુધી પગાર વગર રજા પર મોકલશે - એર ઇન્ડિયા કર્મચારીઓને રજા પર મોકલશે
લૉકડાઉનનો સૌથી મોટો ફટકો વિમાન એરલાઇન કંપનીઓને પડ્યો છે. જેમાં કોરોનાના આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહેલી કંપનીઓ ખર્ચ ઘટાડવા નવા નવા માર્ગ શોધી રહી છે. હવે એર ઇન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી છે. એર ઇન્ડિયા કર્મચારીઓને પાંચ વર્ષ સુધી પગાર વગર રજા પર મોકલશે.
નવી દિલ્હી: લૉકડાઉનનો સૌથી મોટો ફટકો વિમાન એરલાઇન કંપનીઓને પડ્યો છે. જેમાં કોરોનાના આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહેલી કંપનીઓ ખર્ચ ઘટાડવા નવા નવા માર્ગ શોધી રહી છે. હવે એર ઇન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી છે. એર ઇન્ડિયા કર્મચારીઓને પાંચ વર્ષ સુધી પગાર વગર રજા પર મોકલશે.
એર ઇન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ કર્મચારીઓ પગાર વિના લાંબી રજા પર જઈ શકે છે. જેને લિવ વિધાઉટ પે (એલડબ્લ્યુપી) કહેવામાં આવે છે. આ રજા 6 મહિનાથી પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે. આ સિવાય એરલાઇન્સ મેનેજમેન્ટ પાસે કોઈપણ કર્મચારીને રજા પર મોકલવાનો વિકલ્પ પણ હશે.
એર ઇન્ડિયા કર્મચારીની નોટિસ અનુસાર, એર ઇન્ડિયાની 102ની બેઠકમાં બોર્ડ નિર્દશકોએ 7 જુલાઇ, 2020એ એક યોજનાની મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત કર્મચારીઓ પગાર વિના લાંબી રજા પર જઈ શકે છે. આ રજા 6 મહિનાથી પાંચ વર્ષ સુધીની હોઇ શકે છે.
જોકે, આ જોગવાઈ ફક્ત યોગ્યતા, કાર્યક્ષમતા, કામગીરીની ગુણવત્તા, કર્મચારીનું આરોગ્ય, ભૂતકાળમાં ફરજ માટે કર્મચારીની ઉપલબ્ધતા ન હોવાના કારણોને જોઇને જ લાગુ કરવામાં આવી શકે છે. નોટિસ મુજબ, આવા કર્મચારીઓનાં નામ સીએમડી પાસેથી ફરજિયાત મંજૂરી મેળવવા માટે જનરલ મેનેજર મુખ્ય મથકને મોકલવામાં આવશે.
મહત્વનું છે કે, કોરોના વાયરસ મહામારીને લીધે ભારતે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની ઘરેલું ફ્લાઈટ્સ પર બંધ કરી હતી. જો કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ અંગે ડીજીસીએના નિર્ણય બાદ વંદે ભારત મિશન હેઠળ 6 મેથી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશમાં લાવી રહી છે. આ સિવાયની તમામ એરલાઈન્સ ફ્લાઈટ ઠપ છે. જો કે, અત્યારે ઘરેલું ફ્લાઈટ ચાલુ છે.