એર ઈન્ડિયાના અધિકારીએ પુષ્ટિ કરી હતી કે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. ઘટનાની તપાસ થઈ રહી છે.
તેમણે માહિતી આપી હતી કે, એર ઈન્ડિયાની દિલ્હી-તિરુવંનતમપુરમ-કોચિ ફ્લાઈટ નં એ-467 ભારે પવનની ઝપેટમાં આવી ગઈ હતી. દરમિયાન વિમાનને થોડુ નુકશાન થયુ છે. વિમાનનું લેન્ડીંગ કર્યા પછઈ તેનું નિરીક્ષણ કરાયુ હતું.
જેના કારણે ફરી વાર ઉડાન ભરવામાં ચાર કલાકનો વિલંબ થયો હતો. અધિકારીએ જણાવ્યુ હતું કે, ઘટનાની તપાસ ચાલી રહી છે.