ઋષિકેશઃ કોરોના મહામારીની જંગમાં પોતાનો જીવ જોખમમાં નાખીને મેદાનમાં લડવા ઉતરેલા યોદ્ધાઓને વાયુ સેના સલામ કરી રહી છે, તેમનો ઉત્સાહ વધારવા માટે દેશભરની હોસ્પિટલો પર ફુલનો વરસાદ કરવામાં આવ્યો હતો. ઋષિકેશની એમ્સ હોસ્પિટલ પર વાયુ સેનાના MI 17 હેલીકોપ્ટર દ્વારા ફુલનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેને જોઇ એમ્સના ડોક્ટરોનો ચહેરો ખીલી ઉઠ્યો હતો.
સવારે 10 વાગ્યેને 15 મિનીટે વાયુ સેનાનું MI 17 હેલીકોપ્ટર એમ્સ પર પહોચ્યું હતું અને એમ્સમાં રહેલા કોરોના વોરિયર્સ પર ફુલથી વરસાદ કર્યો હતો. આકાસમાંથી થતા ફુલ વરસાદના કારણે તમામ સંસ્થાઓના ડોક્ટરો અને સ્ટાફમાં ખુશી જોવા મળી હતી. તેમને આ મહામારીના સમયમાં હિંમત વધારવા માટે વાયુ સેનાનો આભાર માન્યો હતો.
મહત્વનું છે કે, કોરોના વાઇરસની આ મહામારીના જંગમાં ડૉક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ, સફાઇ કર્મચારી, પોલીસ સહીત અન્ય ફ્રંટ લાઇન કર્મચાર મેદાનમાં કોરોના સામે જંગ લડી રહ્યા છે. કોરોના યોદ્ધાઓના સન્માન માટે વાયુ સેના પણ આગળ આવી હતી.