ETV Bharat / bharat

એઇમ્સમાં કોરોના વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું - એમ્સમાં કોરોનાની વેકસીનનું હ્યુમન ટ્રાયલ શરૂ

દેશી વેક્સિન કોવાક્સિનનો દેશની સૌથી મોટી હોસ્પિટલ એઈમ્સમાં 30 વર્ષના યુવક પર વેક્સિનનો ઓછો ડોઝ આપી હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. આવા 50 લોકોને વેક્સિનનો ઓછી માત્રામાં ડોઝ આપવામાં આવશે. જેનો 28 દિવસ સુધી અભ્યાસ કરવામાં આવશે.

etv bharat
એઇમ્સમાં કોરોના વૈકસીનનું હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું
author img

By

Published : Jul 25, 2020, 2:46 PM IST

નવી દિલ્હી: કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. પરંતુ સારી વાત એ છે કે, આપણા દેશમાં દેશી વેક્સિનનું માનવ પરીક્ષણો શરૂ થઈ ગયું છે. શુક્રવારે દેશની સૌથી મોટી હોસ્પિટલ એઈમ્સમાં દેશી વેકસીન કોવાક્સિનનું પ્રથમ હ્યુમન ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રસીનો પ્રથમ ડોઝ 30 વર્ષના યુવાનને આપવામાં આવ્યો છે. એ જ રીતે, ફેઝ વન ટ્રાયલમાં 50 લોકોને આ રસીની ઓછી માત્રા આપવામાં આવશે. તે પછી આ લોકો પર રસીની અસરો અને આડઅસરોનો અભ્યાસ કરવામાં આવશે. એઇમ્સમાં ચાલી રહેલા હ્યુમન ટ્રાયલના અંગે કાર્ડિયો રેડિયો વિભાગના સહાયક પ્રોફેસર ડો.અમરેન્દ્રસિંહે કહ્યું કે શુક્રવારે કોવાક્સિનની પહેલો ડોઝ 30 વર્ષના એક યુવાનને આપી હ્યુમન ટ્રાયલ યોગ્ય રીતે શરૂ કરવામાં આવી છે.

દુનિયામાં 23 વેકસીન પર ચાલી રહ્યુ છે હ્યુમન ટ્રાયલ

ડો અમરિંદર જણાવે છે કે કોરોનાને નિયંત્રિત કરવા માટે દુનિયામાં 23 પ્રકારના વેક્સીનના પર હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યા છે. દરેક દેશ પહેલા આની વેકસીન બનાવી લેવાની ઇચ્છા રાખે છે. જે દેશ પાસે આ વેકસીન સૌથી પહેલાં આવશે તે સૌથી શક્તિશાળી દેશ માનવામાં આવશે. સારી વાત એ છે કે આપણો દેશ પણ આ રેસમાં સામેલ છે.

12 સાઇટ્સ પર ચાલી રહ્યા છે ટ્રાયલ્સ

આઈસીએમઆરએ ભારત બાયોટેકના સહયોગથી એક વેકસીન બનાવી છે અને તેનો હ્યુમન ટ્રાયલ્સ 12 સાઈટ્સ પર શરૂ થઇ ગયા છે. તેમાંથી એક સાઇટ દિલ્હી એઇમ્સ છે. એઇમ્સેમાં આજે 30 વર્ષના યુવાન પર કોવાક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. વેકસીનનું આ ફેઝ વન ટ્રાયલ છે. આમાં 50 લોકો પર વેકસીનનો ઓછુ ડોઝ આપી આડ અસરોનો અભ્યાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.