નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ 2020 એટલે કે એઆઈએપીએજીટી 2020 માટે પ્રવેશ કાર્ડની પ્રક્રિયા પરીક્ષા લેતી સંસ્થા દ્વારા જારી કરવામાં આવી છે. દેશભરની તબીબી સંસ્થાઓમાં આયુર્વેદ, યુનાની, સિધ્ધ અને હોમિયોપેથીમાં અનુસ્નાતક અભ્યાસક્રમો - એમડી, એમએસ અને પીજી ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ વર્ષે પ્રવેશ પરીક્ષા આઈએપીજેટી 2020 માટે અરજી કરનારા ઉમેદવારો પરીક્ષા માટે બનાવેલી ઓફિશિયલ વેબસાઇટ, ntaaiapget.nic.inથી તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે અથવા નીચે આપેલી સીધી લિંક ડાઉનલોડ કરી શકે છે.
https://ntaaiapget.nic.in/admitcard/admitcardaiapget.htm
11 ઓગસ્ટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, ઓલ ઈન્ડિયા પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ 2020 આ મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન 29 ઓગસ્ટે લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા આયુર્વેદ, હોમિયોપેથી, સિદ્ધ, યુનાની વિષયો માટે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે. જ્યારે આયુર્વેદનું પેપર અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં હશે, જ્યારે હોમિયોપેથીનું પેપર અંગ્રેજીમાં જ હશે. એ જ રીતે, યુનાની પેપર અંગ્રેજી અને ઉર્દૂમાં હશે. સિદ્ધ પેપર અંગ્રેજી અને તમિલમાં હશે.
પ્રવેશ પરીક્ષા કમ્પ્યુટર આધારિત પરીક્ષા (સીબીટી) માધ્યમથી લેવામાં આવશે. જેમાં 120 ઓબજેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે. દરેક પ્રશ્ન માટે 4 ગુણ સૂચવવામાં આવ્યા છે અને દરેક ખોટા જવાબ માટે 1 ગુણ કાપવામાં આવશે. AIAPGET પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ સીસીઆઈએમ અથવા સીસીએચ દ્વારા જારી કરાયેલા વિષયોના ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ મુજબ હશે. વધુ માહિતી માટે સીસીઆઈએમ અથવા સીસીએચનો અભ્યાસક્રમ જુઓ.
AIAPGET પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા માટે, ઉમેદવારોએ પ્રવેશ કાર્ડની સાથે પાસપોર્ટ સાઇઝ ફોટો, ફોટો આઈડી (ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID, પાસપોર્ટ, આધારકાર્ડ, રાશનકાર્ડ, વગેરે) અને પીડબ્લ્યુડી પ્રમાણપત્ર (જો લાગુ હોય તો) સબમિટ કરવા પડશે.
AIAPGET પ્રવેશ કાર્ડ 2020 ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સત્તાવાર વેબસાઇટ એટલે કે ntaaiapget.nic.inની મુલાકાત લો
- ઉમેદવારોના લોગિન પેજ માટેની લિંકને શોધી અને ક્લિક કરો
- તમને ઇનપુટ ફીલ્ડ્સવાળા નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે
- પ્રથમ ફિલ્ડમાં તમારો એપ્લિકેશન નંબર દાખલ કરો
- બીજા ફિલ્ડમાં પરીક્ષા ફોર્મ પર જણાવ્યા મુજબ તમારી જન્મ તારીખ દાખલ કરો
- સ્ક્રીન પર દેખાતો સિક્યોરીટી પિન દાખલ કરો
- તમારું AIAPGET પ્રવેશ કાર્ડ 2020 સ્ક્રીન પર દેખાશે
- હોલ ટિકિટ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો