ETV Bharat / bharat

કાંકરિયા એડવેન્ચર પાર્કની રાઇડ તૂટી, જુઓ લાઇવ વીડિયો... - Kankariya

અમદાવાદ: કાંકરિયા તળાવ પાસે આવેલી એડવેન્ચર પાર્કની રાઈડ્સ અચાનક જ તૂટતા રાઈડ્સમાં સવાર 2 લોકોના મોત થયા છે અને 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે ફાયર, પોલીસ અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પાર્કના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

injured
author img

By

Published : Jul 14, 2019, 9:08 PM IST

શહેરના કાંકરિયામાં આવેલા એડવેન્ચર પાર્કમાં બપોરના સમયે ડિસ્કવરી નામની રાઈડ્સમાં 32 લોકો સવાર હતા. તે દરમિયાન રાઈડ્સ અચાનક તૂટી જતા રાઈડ્સ નીચે પટકાઈ હતી જેમાં સવાર લોકો પણ નીચે પટકાયા હતા. જેમાંથી 2 લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને 26 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ,કોર્પોરેશન અને ફાયરની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાનું નિરીક્ષણ પણ કર્યું હતું. પોલીસે હાલ તો આ અંગે પાર્કના માલિકની અટકાયત કરી છે અને રાઈડ્સ ઓપરેટરની પણ પૂછપરછ કરી હતી.

કાંકરિયા એડવેન્ચર પાર્કની રાઇડ તૂટી, જુઓ લાઇવ વીડિયો...

આ અંગે શહેરના મ્યુનિસિપલ કમિશનરે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી, યોગ્ય તપાસ અને તમામ ઘાયલોની સારવારનો ખર્ચની જવાબદારીની ખાતરી આપી હતી.

પાર્કના માલિક ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, તેઓ 1994થી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.12 વર્ષથી નીચેની ઉંમરના બાળકને પ્રવેશ પણ નથી આપવામાં આવતી. ટેક્નિકલ ખામીના કારણે દુર્ઘટના સર્જાઈ છે.

Intro:અમદાવાદ:કાંકરિયા તળાવ પાસે આવેલી એડવેન્ચર પાર્ક પાસે આવેલ રાઈડ્સ અચાનક જ તૂટતા રાઈડ્સમાં સવાર 2 લોકોના મોત થયા છે અને 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે.ઘટનાને પગલે ફાયર,પોલીસ અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.ઘાયલોને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ મામલે પાર્કના મલિક સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Body:શહેરના કાંકરિયામાં આવેલ એડવેન્ચર પાર્કમાં બપોરના સમયે ડિસ્કવરી નામની રાઈડ્સમાં 32 લોકો સવાર હતા તે દરમિયાન રાઈડ્સ અચાનક તૂટી જતા રાઈડ્સ નીચે પટકાઈ હતી જેમાં સવાર લોકો પણ નીચે પટકાયા હતા જેમાંથી 2 લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને 26 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.ઘાયલોને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ,કોર્પોરેશન અને ફાયરની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસ અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાનું નિરીક્ષણ પણ કર્યું હતું..પોલીસે હાલ તો આ અંગે પાર્કના માલિકની અટકાયત કરી છે અને રાઈડ્સ ઓપરેટરની પણ પૂછપરછ કરી હતી...

આ અંગે શહેરના મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ઘટના દુઃખદ બની છે.પોલીસ અને ફાયરની ટિમ પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.ઘટનામાં ઘાયલોને એલ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમની મુલાકાત લેશે.રાઈડ કેવી રીતે તૂટી એ અંગે તપાસ કરીને ફરિયાદ કરવામાં આવશે.તમામ ઘયલોની સારવારનો ખર્ચ કોર્પોરેશન આપશે..

પાર્કના મલિક ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે તેઓ 1994થી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.12 વર્ષથી નીચેની ઉંમરના બાળકને પ્રવેશ પણ નથી આપવામાં આવતી.ટેક્નિકલ ખામીના કારણે દુર્ઘટના સર્જાઈ છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.