ETV Bharat / bharat

વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં કૃષિ બિલ પાસ

author img

By

Published : Sep 20, 2020, 5:37 PM IST

સંસદમાં રવિવારે કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય બિલ-2020 અને કૃષિ સેવા કરાર બિલ-2020 પર રાજ્યસભાએ મંજૂરીની મહોર મારી દીધી છે. રાજ્યસભામાં કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના હંગામા બાદ કૃષિ સંબંધિત બિલને આજે મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, લોકસભામાં આ બિલ પહેલાં જ પસાર થઈ ગયું છે.

Farm bills ruckus
રાજ્યસભામાં કૃષિ બિલ પાસ

નવી દિલ્હીઃ રાજ્યભામાં વિપક્ષના જબરદસ્ત હંગામા વચ્ચે રવિવારે કૃષિ ક્ષેત્રે જોડાયેલા બન્ને બિલ સંસદમાં પાસ થયા છે. રાજ્યસભામાં આ બિલને ધ્વનિ મત મળતા બિલ પાસ થયું હતું. આ દરમિયાન વિપક્ષ પાર્ટીના સાંસદોએ ‘તાનાશાહી બંધ કરો’ના નારા પણ લગાવ્યા હતા. વિપક્ષી સભ્યોના હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત પણ કરવી પડી હતી.

હોબાળો કરતા વિપક્ષી સભ્યોએ ઉપસભાપતિનું માઇક ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. વિપક્ષી પાર્ટીના સાંસદોએ માંગ કરી હતી કે, આગળની ચર્ચા માટે બિલને સેલેક્ટ કમિટીમાં મોકલવામાં આવે. સરકારે કહ્યું હતું કે, આ બિલ ઐતિહાસિક છે. જેના કારણે ખેડૂતોના જીવનમાં બદલાવ આવશે. કૃષિ સંબંધિત બિલ ગત અઠવાડિયે લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય કૃષિપ્રધાન અને ખેડૂત કલ્યાણપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય બિલ 2020 ઉપરાંત કૃષિ સેવા કરાર બિલ-2020 રાજ્યસભામાં રવિવારે રજૂ કર્યું હતું.

કિસાન બિલના મુદ્દા પર ભાજપની સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દળે સરકારને સીધી ચેતવણી આપી હતી. પાર્ટીના સાંસદ નરેશ ગુજરાલે બિલ પર ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, બિલને સેલેક્ટ કમિટીમાં મોકલવામાં આવે, કારણકે તેમના હિતધારકોનો પક્ષ જાણી શકાય. ગુજરાલે સરકારને ચેતવણી આપી અને કહ્યું કે, ખેડૂતોને કમજોર સમજવાની ભૂલ સરકાર ન કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.