પુલવામા: કાશ્મીર ઘાટીમાં તમામ અવરોધ વચ્ચે ઘણાં યુવાનો આતંકવાદી સંગઠનોમાં સામેલ થઇ ગયાં છે. તેમજ દક્ષિણી કાશ્મીરનો પુલવામા જિલ્લો ઉગ્રવાદથી બહુ ખરાબ રીતે પ્રભાવિત થયો છે, પરંતુ આ બધાં વચ્ચે એક સારી વાત એ છે કે, હવે યુવાનો અન્ય પ્રવૃતિમાં પણ આગળ આવ્યાં છે. પુલવામાના પિંગલેના વિસ્તારમાં ત્રણ યુવાનો સાથે 'ફાલ્કન' નામથું એક બેન્ડ બનાવ્યું છે. જેને ઘણા લોકોએ આવકાર્યું છે. યુવાનોએ તેમના પોતાના ખર્ચ આ બધાં ઉપકરણો ખરીદ્યા છે.
એક યુવાને કહ્યું કે, કાશ્મીરમાં કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર તરફથી કોઇ સહાયતા આપવામાં આવતી નથી. અમે કલાકાર પોતે સ્વ-ખર્ચે ઉપકરણો ખરીદ્યાં છે. યુવાનોનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર બહુ ટીકાઓનો સામનો કરવો પડે છે, પરંતુ અમે હિમ્મત અને ઉત્સાહ સાથે કામ કરીએ છીએ. જો સરકાર કલાકારોને સહાયતા કરે તો સ્થિતિમાં સુઘારો આવી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં પ્રાચીન કાળથી જ સંગીતનું ચલણ ચાલે છે. જો કે, પહેલાં અહીંયા કેવળ કાશ્મીરી ગીતો જ ગાવાતા હતા. હવે બાળકો પણ બોલિવૂડ અને હોલીવૂડની સ્ટાઇલમાં ગીતો ગાઇ રહ્યાં છે.