ઉત્તરાખંડ/દેહરાદૂનઃ બદરીનાથ અને કેદારનાથ મંદિર સહિત 51 મંદિરોને દેવસ્થાનમ બોર્ડ હેઠળ સામેલ કરનાર મામલે નૈનીતાલ હાઈકોર્ટે ઉત્તરાખંડ સરકારને હેઠળ રાહત અપી છે. હાઈકોર્ટની મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે દેવસ્થાનમ બોર્ડેને યોગ્ય ગણાવ્યું છે. જેની સાથે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની અરજીની હાઈકોર્ટે ફગાવી છે.
નોંધનીય છે કે, ઉત્તરાખંડ સરકારે બદરીનાથ અને કેદારનાથ મંદિર સહિત 51 મંદિરો ધરાવતા દેવસ્થાન બોર્ડની રચનાનો તીર્થ પુરોહિતો અને અધિકારધારકોએ વિરોધ કર્યો હતો અને દેવસ્થાનમ બોર્ડને રદ કરવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે આ મામલે 29 જૂને સુનાવણી કરી હતી.
સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, ચારધામના મંદિરોના સંચાલન માટે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલું દેવસ્થાનમ બોર્ડ એક્ટ ગેરબંધારણીય છે. ચારધામ અને તેની આસપાસના 51 મંદિરોમાં માળખાગત સુવિધાઓ, યોગ્ય યાત્રા કામગીરી અને સંચાલન માટે ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ એક્ટને રાજભવનની મંજૂરી મળ્યા બાદ ચારધામ દેવસ્થાનમ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું છે.